મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના ચકમપર ગામના સરપંચને જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં ત્રણની ધરપકડ


SHARE







મોરબી તાલુકાના ચકમપર ગામના સરપંચને જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં ત્રણની ધરપકડ

 મોરબી નજીકના ચકમપર ગામના સરપંચની વાડી તરફ જતી પાણીની લાઈનને રાગદ્વેષ રાખીને તોડી નાખવામાં આવી હતી જેનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મહિલા સહિતના ચાર વ્યક્તિઓ દ્વારા તેઓની સાથે બોલાચાલી કરીને ઝઘડો કરવામાં આવ્યો હતો અને સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેની ફરીયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે 

મોરબી નજીકના ચકમપર ગામના સરપંચ પરસોત્તમભાઈ ગાંડુભાઇ કલારિયાએ તે ગામની અંદર રહેતા જયંતીલાલ ભિખાભાઈ દારોદરા, સંજય જયંતીલાલ દારોદરા, મુન્નો જયંતીલાલ દારોદરા અને જયંતીલાલના પત્નીની સામે ઝઘડો કરી મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી જયંતીલાલએ ગામમાં ગોચરની જમીન ઉપર દબાણ કરેલ છે અને તે જમીનમાંથી પસાર થઈને સરપંચ પરસોતમભાઈની વાડી સુધી પાણીની પાઈપલાઈન જાય છે તે પાઇપને તોડી નાખી હતી જેને રિપેર કરવા માટેનું કામ કરતાં હતા ત્યારે જયંતિભાઈએ તેઓને ગાળો આપી હતી અને ધારિયું લઈને મારવા દોડ્યા હતા અને ત્યારબાદ તેના બે દિકરા અને પત્નિએ ઝઘડો કરીને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સરપંચે મોરબી તાલુકા પોલીસ ખાતે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં જયંતીલાલ ભિખાભાઈ દારોદરા, સંજય જયંતીલાલ દારોદરા અને મુન્નો જયંતીલાલ દારોદરાની ધરપકડ કરેલ છે

 મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News