મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે ગળેફાંસો ખાઈ ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના સામાકાંઠે ગળેફાંસો ખાઈ ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે આવેલ સિરામિક યુનિટમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં મુળ મધ્યપ્રદેશના યુવાને તેના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો જોકે તેના પત્નીને જાણ થઈ જતાં તેને બચાવી લેવાયો હતો અને મોરબી બાદ તેને હાલ વધુ સારવારમાં રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રો તેમજ હોસ્પીટલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે નેશનલ હાઈવે ઉપર વિશાલ ફર્નિચરની સામે આવેલ આરગીલ સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતાં અને મુળ મધ્યપ્રદેશના જીતેન્દ્રભાઈ બાબુભાઈ સૂર્યવંશી નામના ૩૫ વર્ષીય મજુર યુવાને કોઇ કારણોસર ગઇકાલ તા.૩-૪ ના બપોરના ચારેક વાગ્યાના અરસામાં તેના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઇ લીધો હતો જોકે તેના પત્નીને જાણ થઇ જતાં તેણીએ પોતાના પતિને બચાવી લઇને ૧૦૮ ને જાણ કરતા તેને અત્રેની સિવિલે બેભાન હાલતમાં લાવવામાં આવ્યો હતો. જોકે તે બેભાન હોય અને પ્રાથમિક સારવાર આપીને જીતેન્દ્રભાઇને હાલ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ ખાટલાની પાટી વડે તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને તેની પત્નીને જાણ થઇ જતાં તેનો જીવ બચી ગયો છે અને બેભાન હાલતમાં તેને હાલ રાજકોટ ખસેડાયો છે. તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.

સુરજબારી મારામારી

મોરબી-કચ્છ વચ્ચેના સુરજબારી ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો આ સામસામી મારામારીના બનાવમાં ચાર લોકોને ઈજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરજબારીના રહેવાસી અબ્દુલ મોહમ્મદ જાવર (૨૮), મુસ્તાક મોહમ્મદ જાવર (૨૦), સલીમ સુભાન કટિયા (૨૫) અને અબ્દુલા અસ્મત પારડી (૨૧) રહે.ચારેય સુરજબારી વાળાઓને ઇજાઓ થતાં સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા જોકે પોલીસ તપાસ કરે તે પહેલા જ તેઓને સારવારમાં રાજકોટ ખસેડાયો હોય હાલ બનાવના કારણ સંદર્ભે વિગતો જાણવા મળેલ નથી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદ રોડ ઉપર જુના ઘુંટુ ગામે રામનગરી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા ૩૫ વર્ષીય યુવાનને હરિઓમ સોસાયટી નજીકથી ઈજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક બન્યો હતો ત્યાં પેટ્રોલ પંપ પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં માળીયા મિંયાણા તાલુકાના ચીખલી ગામના રહેવાસી નીઝામ કરીમભાઇ કટીયા નામના ૩૦ વર્ષીય યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.




Latest News