મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા(મી) પોલીસે અપહરણ-રાયોટિંગના ગુનામાં ૨૪ વર્ષથી નાસતા ફરતા ચાર આરોપીઓની કરી ધરપકડ


SHARE





માળીયા(મી) પોલીસે અપહરણ-રાયોટિંગના ગુનામાં ૨૪ વર્ષથી નાસતા ફરતા ચાર આરોપીઓની કરી ધરપકડ

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ૧૯૯૭ ના ડિસેમ્બર માહિનામાં અપહરણ અને રાયોટીંગના બે ગંભીર ગુન્હા નોંધાયા હતા જે ગુનામાં આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં માળીયા પોલીસે ૨૪ વર્ષથી નાસતા ફરતા ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને હાલમાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશના ભાગરૂપે માળીયા (મી) પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા ટીમના માણસો દ્વારા અપહરણ, ગેરકાયદેસર અટકાયત અને ગેરકાયદેસર મંડળીના ગુનાઓ આચરી છેલ્લા ૨૪ વર્ષથી બન્ને ગુનામાં ચાર આરોપીઓ નાસતા ફરતા હતા જે બન્ને ગુનાના ચારેય નાસતા ફરતા આરોપીઓ હળવદ ખાતેના સગાસંબધીના ઘરે આવેલ હોય અને ત્યાથી પરત રાજસ્થાન પાર્સીગની બોલેરો ગાડીમાં રાજસ્થાન જવાના છે તેવી ચોક્કસ બાતમી મળેલ હતી જેથી પોલીસ સ્ટાફના માણસો સાથે અણીયારી ટોલ નાકાથી હળવદ રોડ ઉપર જુદી જુદી ટીમો બનાવી વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન એક રાજસ્થાન પાર્સીગની બોલેરો કાર આવતા તેને રોકેલ હતી. 

માળીયા પોલીસ દ્વારા જે ગાડીને રોકવામાં આવી હતી તેમાં પાંચેક ઇસમો બેસેલ હતા જેમાં અપહરણગેરકાયદેસર અટકાયત તથા રાયોટીંગના ગુનામાં ૨૪ વર્ષથી નાસતા ફરતા આરોપી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને માળીયા પોલીસે વર્ષ ૧૯૯૭ ના ડિસેમ્બર માહિનામાં આઇ.પી.સી કલમ -૧૪૩, ૩૨૩, ૫૦૪૫૦૬ (૨)૩૪૨ મુજબના ગુનામાં કલારામ સુરતારામ કડવાસરા જાતે જાટ (૪૭) રહે. કોસલોણી કડવાસરા કી ઢાણી (બાઇતુ ભીમજી) બાડમેર રાજસ્થાન, નિમ્બારામ સુખરામ કડવાસરા જાતે જાટ (૫૮) રહે. કોસલોણી કડવાસરા કી ઢાણી (બાઇતુ ભીમજી) બાડમેર રાજસ્થાન, ગીરધારીરામ વિશનારામ કડવાસરા જાતે જાટ (૫૯) રહે. કોસલોણી કડવાસરા કી ઢાણી (બાઇતુ ભીમજી) બાડમેર રાજેસ્થાન અને રાવતારામ મુલારામ ગોદારા જાતે જાટ (૪૯) રહે. બનીયાધારા બાઇતુ ભીમજી બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા, કનુભા રાણાભા, શેખાભાઇ મોરી, અજીતસિહ પરમાર, સંજયભાઇ રાઠોડ, જયપાલભાઇ લાવડીયા, વિશ્વરાજસિહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News