મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રોહીદાસપરામાં થયેલ માર મારીના ગુનામાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ


SHARE







મોરબીના રોહીદાસપરામાં થયેલ માર મારીના ગુનામાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા યુવાને કરેલા લગ્ન બાબતે બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી ત્યારે બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે એક ગુનામાં પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં મારામારીનો બનાવ બનેલ હતી જેની બી ડિવિજન પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં શીવાભાઇ કેશુભાઇ સારેશા (ઉ.૫૦) એ જીતેંન્દ્ર ઉર્ફે જલ્પો જેન્તીભાઇ રાઠોડ, દિલીપભાઇ સીદીભાઇ રાઠોડ, દિપકભાઇ  દિલીપભાઇ રાઠોડ અને લખમણ ઉર્ફે લખન મોહનભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યુ હતું કે, જીતેંન્દ્ર ઉર્ફે જલ્પોએ તેમના કુટુંબની દિકરી સાથે પાંચેક વર્ષ પહેલા લગ્ન કરેલ છે તેમજ દિલીપભાઇ સીદીભાઇ રાઠોડની દિકરીએ ફરીયાદીના પુત્રના મીત્ર સાથે લગ્ન કરેલ છે જે બાબતે આરોપીઓ સાથે અગાઉ તકરાર થયેલ હતી જે બાબતે ફરીયાદી તથા તેના પુત્ર સાથે ઝઘડો કરીને ગાળો આપીને જીતેંન્દ્ર ઉર્ફે જલ્પોએ પાઇપ વડે ફરીયાદીને માથામા તથા ડાબા હાથે પોચામાં માર માર્યો હતો અને તેના દિકરાને જાનથી મારી ધમકી આપી હતી.આ ગુનામાં અગાઉ પીએસઆઇ વી.બી.રાયમા દ્રારા દિપકભાઇ  સીદાભાઇ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ હતી અને હાલમાં આ ગુનામાં જીતેંન્દ્ર ઉર્ફે જલ્પો જેન્તીભાઇ રાઠોડ (૨૪), દિપકભાઇ દિલીપભાઇ રાઠોડ (૩૦) અને લખમણ ઉર્ફે લખન મોહનભાઇ રાઠોડ (૩૦) ની ધરપકડ કરવામાં આવી છે.

ગુમ પરત

મોરબીના વીસીપરા પાસે આવેલ શાંતીવન સોસાયટીમાં રહેતી યુવતી ગુમ થઈ ગઇ હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની પોલીસ તપાસ દરમિયાન ખુલ્યુ હતું કે દેવજીભાઈ બટુકભાઈ બોસીયા રહે.શાંતીવન સોસાયટીની નાની બહેન લલીતાબેન (ઉમર ૨૫) કે જે ગત તા.૨૬-૩ ના રોજ ગુમ થઈ હતી અને સીટી બી ડિવિજન પોલીસ તપાસ ચલાવી રહી હતી તે દરમિયાન સામે આવ્યુ હતુ કે ગુમ થયેલા લલીતાબેને રવિ મગનભાઈ ચાવડા (ઉમર ૨૫) રહે.માળીયા વનાળીયા સોસાયટી સામેકાંઠે મોરબી-૨ની સાથે પ્રેમસંબંધ હોય તેની સાથે લગ્ન કરી લીધા છે.

મહિલા સારવારમાં

ટંકારાના રહેવાસી સોનીબેન પ્રવીણભાઈ અજાણા નામની ૩૯ વર્ષીય મહિલાને ગાયે અડફેટે લેતા ઇજાગ્રત સોનીબેન અજાણાને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જ્યારે મોરબી નજીકના હજનારી ગામની રહેવાસી શીતલબેન તખુભાઈ ધંધુકિયા નામની ૧૭ વર્ષીય યુવતીને આમરણ નજીકના કોઠારીયા ગામ પાસે તેના પિતાએ માર મારતા શીતલબેન ધંધુકિયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.




Latest News