મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં જિલ્લાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ


SHARE







મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં જિલ્લાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

મોરબી કલેકટર કચેરી મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ.પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે દરેક તાલુકામાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર  જિલ્લા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ પાંચ સ્પર્ધકો મોરબી તાલુકામાંથી મીનાબેન માકડીયા, માળિયાથી સારબાઈ મોવર, ટંકારમાંથી પ્રદીપભાઈ ભગદેવ, વાંકાનેરમાંથી વસંતબા ગોહિલ અને હળવદમાંથી ભગવતીબેન સાધુ વગેરેએ વિવિધ વાનગી જેવી કે ફાડા લાપસી, સૂકી ભાજી, મિક્સ કઠોળ ભેળ, ઈડલી સાંભાર, સુખડી, ઉપમા વગેરે જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી અને કુલ આઠ નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કુલ ૪૦૦ માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા પ્રથમ નંબર મોરબી તાલુકાના મીનાબેન માકડીયાને ૧૦૦૦૦ રૂપિયા દ્વિતીય ટંકારા તાલુકાના પ્રદીપભાઈ ભગદેવ નંબરને ૫૦૦૦ રૂપિયા અને તૃતીય નંબર માળિયા તાલુકાના સારબાઈ મોવરને ૩૦૦૦ રૂપિયાના ચેકથી પુરસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે નાયબ કલેક્ટર એમ.એ.ઝાલા, નાયબ મામલતદાર ઓમદેવસિંહ જાડેજા અને એસ.જે.ઠુમર, સીડીપીઓ ભાવનાબેન ચારોલા, સી.આર.સી.કો.ઓ. રમેશભાઈ કાલરીયા, ખુશ્બુબેન રૂપાપરા, આરતીબેન મકવાણા, મહાદેવભાઈ ઉંટવાડીયા, બળવંતભાઈ સનાળીયા, ચંદુભાઈ વ્યાસ, તેમજ હર્ષદભાઈ ઉંટવાડિયા સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા કર્યું હતું




Latest News