મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હે રામ નશાખોર શખ્સ વાહન ચલાવતા મોરબી પાલિકાના વાહનની જળ સમાધિ !


SHARE







હે રામ નશાખોર શખ્સ વાહન ચલાવતા મોરબી પાલિકાના વાહનની જળ સમાધિ !

મોરબી નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેકશન માટે જે વાહનો દોડાવવામાં આવે છે તે વાહનોને નશો કરેલી હાલતમાં ચલાવવામાં આવે છે તેવું અગાઉ સામે આવ્યું હતું તેમ છતાં પણ અધિકારી કે પદાધિકારી દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં ન આવતા વધુ એક વખત નશો કરેલી હાલતમાં પાલિકાના વાહન ચલાવતા હોવાની ઘટના સામે આવી છે મોરબી નજીકના જોધપર ગામ પાસેથી પસાર થતી નદીમાં મોરબી પાલિકાનું ડોર ટુ ડોર કચરા કલેકશન વાહન ઉતરી ગયું છે અને વાહનચાલક નશાની હાલતમાં હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે પાલિકાના આવા નશાખોર વાહન ચળકોના વાહનોને ઠાકોર કોઈ આવી જાય અને જીવલેણ અકસ્માત સર્જાય તો પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ કે કોણ જવાબદાર તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે

થોડા દિવસો પહેલા મોરબીના ઝુલતા પુલ પાસે ડોર ટુ ડોર કચરા કલેકશન માટે જે વાહનો દોડાવવામાં આવે છે તે પાલિકાના વાહનમાંથી કચરાનો ઢગલો કરવામાં આવતો હોવાની વાત સામે આવી હતી અને તે કચરો મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી ભરીને ડમ્પિંગ સાઈટ ઉપર નાખવાના બદલે ત્યા કચરો ઠાલવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું આટલું જ નહીં વાહન ચાલક પણ નશાની હાલતમાં હતો તેમ છતાં પણ નશાખોર વાહનચાલક સામે કોઈપણ જાતની કાર્યવાહી જે તે સમયે કરવામાં આવી ન હતી જેથી કરીને આવી ઘટનાઓ રોજિંદી મોરબીમાં બની રહી હોય તેવો ઘાટ જોવા મળ્યો છે

મોરબી નગરપાલિકાનું ડોર ટુ ડોર કચરા કલેકશનનું અકે વાહન જોધપર ગામ પાસે આવેલ મચ્છુ નદીમાં ખાબકયું છે અને વાહનચાલક નશાની હાલતમાં હોવાનું સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના મચ્છુ-૨ ડેમ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં બેઠા પુલ પાસે વાહન ધોવા માટે ઘણા લોકો પોતાના વાહનો લઇને જતા હોય છે આવી જ રીતે મોરબી પાલિકાના ડોર ટુ ડોર કચરા કલેકશનના વાહનોને ધોવા માટે ત્યાં લઈને જવામાં આવતા હોય છે અને આવી જ રીતે પાલિકાના વાહનોને ત્યાં સફાઈ માટે લઈ ગયા હતા ત્યારે ડોર ટુ ડોર કચરા કલેક્શનનું છોટા હાથી વાહન નદીમાં ખાબક્યું હતું જેથી કરીને તેને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી

આ બનાવની જાણ થતાં સ્થળ ઉપર ઘણા લોકો પણ એકત્રિત થઈ ગયા હતા ત્યારે સ્થળ ઉપર જે લોકો એકત્રિત થયેલા હતા તે લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પાલિકાનું ડોર ટુ ડોર કચરા કલેક્શનનું જે છોટા હાથી વાહન નદીમાં ખાબક્યું હતું તે વાહન ચાલક નશો કરેલી હાલતમાં હતો અને તેના કારણે વાહન નદીમાં ઉતરી ગયું હતું અને નશો કરેલ હાલતમાં પાલિકાના વાહનોને આવનારા શખ્સો ચલાવતા પકડાય છે ત્યારે જો કોઈ જીવલેણ અકસ્માત સર્જાયા અથવા તો કોઈ વ્યક્તિને આજીવન શારીરિક ખોટ આવે તેવો અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ અહી ઊભો થઈ રહ્યો છે






Latest News