વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર નજીક પત્ની માવતરે જતી રહેતાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત


SHARE







મોરબીના રંગપર નજીક પત્ની માવતરે જતી રહેતાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત

મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ સિરામિક યુનિટમાં પરિવાર સાથે રહીને મજૂરીકામ કરતા યુવાને લેબર કવાટરમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામની સીમમાં લુકાસો સીરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ કારખાનામાં મજૂરી કામ કરતા અને પરિવાર સાથે રહેતા સુનીલ માંગીલાલ પારઘી નામના ૨૧ વર્ષના પરણીત યુવાને તેના લેબર કવાટરમાં કપડાના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લેતાં તેનું મોત નીપજયું હતું. જેથી કરીને મૃતક સુનીલના ડેડબોડીને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયુ હતુ અને બનાવ અંગેની જાણ થતાં તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે તપાસ હાથ ધરતા મૃતકના પિતા માંગીલાલ ધામેલીયાભાઈ પારઘી.(૪૫) એ પોલીસને જણાવ્યું હતું કે તાજેતરમાં જ મૃતક સુનીલના લગ્ન થયા હતા અને ગઇકાલ તા.૪ ના રોજ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં તેની પત્ની તેણીના માવતરને ત્યાં જતી રહી હોય તે વાતનું માઠુ લાગી આવવાથી તેમના પુત્ર સુનિલ માંગીલાલ પારઘી (૨૧) એ તેના લેબર કવાટરમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લીધો હતો અને તેના લીધે તેનું મોત નિપજેલ છે.

બાળક સારવારમાં

મોરબીની સબ જેલ પાસે રહેતો ફરદીન ઈમરાનભાઈ પઠાણ નામનો ૧૧ વર્ષનો બાળક સાયકલ લઈને જતો હતો ત્યારે રસ્તામાં સાયકલમાંથી નિચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સલમાબેન સાબીરભાઇ કટિયા (૩૦) નામની મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને માધાપર વિસ્તારમાંથી જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા સલમાનબેનને સારવારમાં ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

કોયલી ગામનો રહેવાસી કિશનભાઇ પીઠાભાઈ ડાંગર નામનો ૨૨ વર્ષનો યુવાન મોરબી તાલુકાના ખાનપર ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે તેના બાઇકને કોઇ અજાણી કારના ચાલકે હડફેટે લેતા જમણા હાથના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં તેને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News