મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

હળવદના ઈશ્વરનગર ગામે ડિલેવરી બાદ બ્લીડીંગ થવાથી મહિલાનું મોત


SHARE







હળવદના ઈશ્વરનગર ગામે ડિલેવરી બાદ બ્લીડીંગ થવાથી મહિલાનું મોત

મોરબીના હળવદ તાલુકામાં આવેલા ઈશ્વરનગર ગામે વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાને ડીલેવરી થઈ હતી અને મોડી રાત્રીના ડિલેવરી થયા બાદ મહિલાને બ્લીડીંગ થવા લાગતાં તેણીને પ્રથમ હળવદ અને બાદમાં વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવતી હતી તે દરમિયાન મહીલાએ રસ્તામાં જ દમ તોડી દીધો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે વાડી વિસ્તારમાં રહેતા રાધીબેન સુમાભાઈ નાયક નામની ૨૫ વર્ષીય મહિલાને મોડીરાત્રીના ડિલેવરી થઈ હતી અને ડિલેવરી બાદ મહિલાને વધુ પડતું બ્લીડીંગ થઈ જવાથી તેણીને હળવદ ખાતે સારવારમાં લઈ જવામાં આવી હતી જોકે તેણીને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લઇ જવાનું કહેવામાં આવતા મોરબી લાવતા સમયે રસ્તામાં જ રાધીબેન નાયક નામની મહિલાએ દમ તોડી દીધો હતો.હાલ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે હળવદ પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

મજુર યુવાન સારવારમાં

મોરબી તાલુકાના રાજપર ગામે આવેલ એરિકા એલ્યુમિનિયમ પેનલના કારખાનામાં કામ દરમ્યાન દબાઈ જવાથી સંજય ભરતભાઈ વાસીલા નામના ૨૮ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતા લીલાબેન હકુભાઈ પંચાસરા નામની ૪૭ વર્ષીય મહિલા મકનસર ગામે આવેલ શક્તિ માતાના મંદિર નજીક અકસ્માતે પડી જતાં તેઓને ઇજાઓ થતાં સારવાર માટે મોરબી લવાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતો રાકેશ પાંચાભાઇ ડાભી નામનો ૩૬ વર્ષીય યુવાન વાંકાનેર હાઇવે ઉપરના લાલપર ગામ પાસેથી બાઇક લઇને જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રત રાકેશ ડાભીને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના કુબેરનગર વિસ્તારમાં રહેતાં સતુષ સુરેન્દ્રસિંહ નામના ૪૨ વર્ષીય યુવાને ઘુંટુ રોડ ઉપર આવેલ આઇમાતા હોટલ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News