મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે મકાનમાંથી ૧૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો, એકની શોધખોળ


SHARE





મોરબીના ખાનપર ગામે મકાનમાંથી ૧૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

મોરબી તાલુકાના ખાનપર ગામે દારૂનો જથ્થો હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં દારૂ ની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૧૪ બોટલ દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે અને એક શખ્સને શોધવા માટે થઈને મોરબી તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા વિજયસિંહના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી જેથી મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા વિજયસિંહ જાડેજા ના ઘર માં દારૂની રેડ કરવામાં આવતા તેના ઘરની અંદર થી અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને ૧૪ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૬૭૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી પોલીસે વિજયસિંહ વનરાજસિંહ જાડેજા (ઉમર.૩૦) રહે.ખાનપર વાળાની ધરપકડ કરેલ છે અને તેણે આ દારૂની બોટલો અજમેરી રફીક ઓસમાણભાઇ રહે.ક્રિષ્નાપાર્ક વાવડી રોડ મોરબી વાળા પાસેથી લીધી હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બે બોટલ દારૂ

વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ વિધાતા કારખાના પાસેથી પસાર થતી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૭૧૨૦  ને રોકી ને પોલીસે ચેક કરતાં તે રિક્ષામાંથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને૭૫૦ રૂપિયાની કિંમતનો દારૂ અને એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૧,૦૦,૭૫૦ રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં પોલીસે નિલેશ દેવજીભાઈ કોળી ઉંમર વર્ષ ૩૦ રહે,પંચવટી સોસાયટી વિધાતા કારખાના પાસે પંચાસર રોડ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News