મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના ચાડધ્રા ગામે ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત


SHARE





હળવદના ચાડધ્રા ગામે ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત

હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબી સિવિલમાં લાવ્યા હતા ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે જગાભાઇની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો અર્જુન  આપસીંગ રાઠવા જાતે.આદીવાસી (ઉ.વ.૧૯) ધંધો.મજુરી રહે.ચાડધ્રા ગામ જગાભાઇની વાડીમા તા.હળવદ જી.મોરબી નામનો યુવાન કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આપઘાતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હળવદ પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર યુવાને આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.






Latest News