વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

માળીયાના જુના દેરાળામાં જાહેરમાં જુગાર રમતા ૬ જુગારી ૮૦૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE







માળીયાના જુના દેરાળામાં જાહેરમાં જુગાર રમતા ૬ જુગારી ૮૦૦૦ ની રોકડ સાથે પકડાયા

માળીયા તાલુકાના જુના દેરાળા ગામ બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ૬ શખ્સો જુગાર રમતા મળ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી આઠ હજાર રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે 

 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે માળીયા તાલુકાના જુના દેરાળા ગામે બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાના બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા હીરજીભાઈ થોભણભાઇ વડાલીયારજાતખા બાવનજીભાઇ ખોરમજેન્તીભાઈ બાબુભાઇ થરેશાગુલાબખાન અબ્દુલખાન ખોરમરહીમભાઇ ઇસ્મતખા ખોરમ અને હુશેનખા જાફરખા ખોરમ જુગાર રમતા મળ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી આઠ હજાર રૂપિયાની રોકડ કબજે કરીને હાલમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે. 

વાહન અકસ્માતમાં ઈજા 

મોરબીના હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા નારાયણભાઈ ચતુરભાઈ કણજારીયા નામનો ૪૦ વર્ષનો યુવાન વાડીએથી પરત બાઈક લઈને ઘરે આવતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ જતા સર્જાયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા નારાયણ કણઝારીયાને અહીંની આયુષ હોસ્પીટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના વાવડી રોડ મારુતિ સોસાયટીમાં રહેતો હિતેષ મહાદેવભાઈ સાણંદીયા નામનો ૪૦ વર્ષનો યુવાન બાઈકમાં બગથળા ગામ બાજુથી જતો હતો ત્યારે બગથળા નજીકનાં પુલ ઉપર તેના બાઇકની આડે કુતરૂ આડુ ઉતર્યુ હતું જેથી બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત થયેલા હિતેશ સાણંદીયાને મારૂતિ હોસ્પિટલ ખાતે સારવારમાં લવાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News