વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે યુવાન ઉપર છરી અને ધોકા વડે હુમલો કરનારા સાત શખ્સોની ધરપકડ


SHARE







મોરબીના પંચાસર રોડે યુવાન ઉપર છરી અને ધોકા વડે હુમલો કરનારા સાત શખ્સોની ધરપકડ

મોરબીના પંચાસર રોડ ઉપરથી પસાર થતા સવારા યુવાને થોડા દિવસો પહેલા ૮ શ્ખ્સોએ છરી અને ધોકા વડે માર માર્યો હતો જેથી ઈજાગ્રસ્ત યુવાને સરવાર લીધા બાદ આઠ સામે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી લીધી છે. 

 

શહેરના પંચાસર રોડ ઉપર આવેલ મહાવીરનગરમાં રહેતા જયેશ મોતીભાઈ નકુમ (૨૨)ને થોડા દિવસો પહેલા રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં આઠેક શખ્સોએ ધોકા અને છરી વડે માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્તને સારવારમાં લઇ જવાયો હતો. આ બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકે જયેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તુલસી હસમુખ સંખેશરીયાઅભય હસમુખ સંખેશરીયા અને તેમની સાથેના છ અજાણ્યા ઇસમો એમ આઠેક શખ્સોએ એક દિવસ પહેલા તેની અને સાથે રહેલા સાહેદ દિલીપભાઈ સાથે બોલાચાલી તેમજ ઝઘડો થયો હતો જેમાં તે સામેલ હોવાની વાતનો રોષ રાખીને ધોકા અને છરી વડે હુમલોકરીને છાતીમાથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ કરી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં તુલસી હસમુખ સંખેશરીયા (રાજનગર)અભય હસમુખ સંખેશરીયા (રાજનગર), આશિષ હેમંતભાઈ આદ્રોજા (શક્તિ ટાઉનશિપ, રવાપર રોડ), દિપક રામજીભાઇ વરાણીયા (ત્રાજપર ખારી), સંદીપભાઈ બાબુભાઇ પીપળીયા (નવલખી રોડ), કાનજી બાબુભાઈ સોલંકી (પંચાસર રોડ) અને રાજેશ સાવજીભાઇ પીપળીયા (નવલખી રોડ) વાળાની ધરપકડ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News