મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના મયૂરનગરમાં પરિણીતાના આપઘાતના કેસમાં પકડાયેલ પતિ-સસરા જેલ હવાલે 


SHARE











હળવદના મયૂરનગરમાં પરિણીતાના આપઘાતના કેસમાં પકડાયેલ પતિ-સસરા જેલ હવાલે 

હળવદના મયૂરનગર ગામે રહેતી પરિણીતાને તેના પતિ સહિતના સાસરિયાં દહેજ મુદે ત્રાસ આપતા હતા જેથી તે પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો આ બનાવમાં મૃતક પરિણીતાના પિતાએ તેના જમાઈ તેમજ વેવાઈ અને વેવાણ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મૃતકના પતિ અને સસરાની ધરપકડ કરેલ હતી અને હાલમાં તે બંનેને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાના હળવદના મયૂરનગર ગામે એક પરિણીતાએ આપઘાત કર્યો હતો અને તા. ૭/૨ રોજ સરોજબેન નિકુલભાઇ રંગાડીયા નામની પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક પરિણીતાના પિતા માવજીભાઈ મૂળજીભાઈ જાદવે તેના જમાઈ નિકુલભાઇ હીરજીભાઈ, દિકરીના સાસુ વસંતાબેન હીરજીભાઈ અને સસરા હીરજીભાઈ અમરશીભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં મૃતક પરિણીતાના પતિ નિકુલભાઇ હીરજીભાઈ અને સસરા હીરજીભાઈ અમરશીભાઈની ધરપકડ કરેલ હતી અને તેને હાલમાં જેલ હવાલે કરેલ છે






Latest News