વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે આવેલ સરકારી શાળામાં ચકલીના માળાનું વિતરણ કરાયું


SHARE







મોરબીના લીલાપર રોડે આવેલ સરકારી શાળામાં ચકલીના માળાનું વિતરણ કરાયું

મોરબીના લીલાપર રોડ પર આવેલ શ્રી ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને બાળકોમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે શ્રી ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણમાં શાળાના પ્રિન્સિપાલ જલ્પેશ વાઘેલાસંજય બાપોદરિયા (સંગી) તેમજ શાળાના શિક્ષકગણ તેમજ પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર  ધર્મિષ્ઠા, પરમાર રૂપેશ (કવિજલરૂપ), વિવેક ભાલારાડો. રજનીકાંત રાઠોડ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશને કઠોળ માટે આત્મનિર્ભર બનવાના હેતુથી મોરબીમાં ખેડુત માર્ગદર્શન સેમીનાર યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-જૂનાગઢ અને કૃષિ યુનિવર્સિટી-મોરબી દ્રારા તા.૧૦ ના રોજ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જુદાજુદા કઠોળ પાકોનું ઉત્પાદન વધારીને દેશને કઠોળ માટે આત્મનિર્ભર બનવાનો હતો.કાર્યક્રમ દરમ્યાન હાજર રહેલ ખેડૂત મિત્રોને કઠોળ પાક ઉત્પાદકતા વધારવા નવી નવી જાતો કેન્દ્રના વડા ડૉ.એલ.એલ.જીવાણીએ કઠોળ પાકની જાતો વિશે માહીતી આપી હતી.જ્યારે પાક સંરક્ષણ વિશે કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ.સરડવાએ માર્ગદર્શન આપ્યુ હતુ.આ પ્રસંગે જૂનાગઢ  કૃષિ યુનર્વિસટીના વિસ્તરણ નિયામક ડૉ.ગાજીપરા, સહ વિસ્તરણ નિયામક ડો.જી.આર.ગોહિલ અને નવસારી કૃષિ કોલેજના નિવૃત્ત આચાર્ય ડો.એમ.કે.એરવાડીયાએ હાજર રહીને પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યુ હતુ.




Latest News