મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી નજીક યુવાનની હત્યા કરીને લાશને પેટ્રોલ છાંટીને સળગાવવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE







મોરબી નજીક યુવાનની હત્યા કરીને લાશને પેટ્રોલ છાંટીને સળગાવવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના જોધપર ગામ પાસે હત્યા કરીને સળગાવેલી હાલતમાં પાંચ વર્ષ પહેલા યુવાનની લાશ મળી હતી જે હત્યાના બનાવની મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી પરંતુ હત્યા કોની કરવામાં આવી હતી અને હત્યારો કોણ છે તેની કોઇની પાસે માહિતી ન હતી જો કે, શંકાના આધારે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવેલ હતો જેના રિપોર્ટના આધારે મોરબી જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને હાલમાં આ ગુનામાં સંડોવાયેલા વધુ બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનીહદમાં પાંચ વર્ષ પહેલા મરણ જનાર અજાણયા પુરુષ આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળાની અર્ધ સળગેલ ડેડ બોડી મળી આવેલ હતી જેની તપાસમાં એસઓજીના સતિષભાઇ ગરચરને ખાનગી હકીકતથી જાણવા મળેલ કે, ૨૦૧૭ માં ધાંગધ્રામાં સીટી વિસ્તારમાંથી સામજીભાઇ ખીમાભાઇ સોનગ્રા રહે. સોની તલાવડી વાળા ગુમ હતા જેઓ પરત મળી આવેલ નથી અને જેથી તેની માતા ચંપાબેન તથા ભાઇ જીતેન્દ્રભાઇ ખીમાભાઇને મરણ જનારની અંગત વસ્તુઓ બતાવી હતી અને માતા તથા ભાઇના ડીએનએ સેમ્પલ લેવડાવી એફએસએલ ખાતે મોકલતા ડી.એન.એ. રીપોર્ટમાં સામ્યતા આવી હતી માટે આ ડેડ બોડી સામજીભાઇ ખીમાભાઇ સોનગ્રાની હોવાની ખરાઇ થઈ હતી

ત્યાર બાદ માતા અને ભાઇની પુછપરછમાં સામજી જયારે ગુમ થયેલ ત્યારે તેનો મિત્ર જયેશભાઇ ચમનભાઇ રંગાડીયા રહે. સોની તલાવડી ધાંગધ્રા વાળા પાસે રીક્ષાના પૈસા લેવા જવાનું કહી મોરબી ગયેલ હતા અને પરત આવેલ નથી તેવી માહિતી સામે આવી હતી જેથી જયેશને શોધવામાં આવી રહ્યો હતો અને તે અમદાવાદ હોવાની માહિતી મળી હતી જેથી ત્યાં જઈને તેને લઈ આવીને પુછપરછ કરતા તે ભાંગી પડેલ હતો અને તેને સામજી સાથે રીક્ષાના પૈસાની લેતી - દેતી હોય જે બાબતે બંન્ને વચ્ચે બોલાચાલી થયેલ હતી અને અન્ય આરોપીઓ સાથે મળીને સામજીને પૈસા લેવા મોરબી બોલાવેલ હતો અને જયેશે તેના મિત્ર પ્રવિણભાઇ અને મુકેશભાઇ રહે. બંન્ને ગોકુળ નગરમોરબી વાળા સાથે મળી મોરબી રફાળેશ્વર અને જોધપરનદી પાસે સ્કુલની પાછળ અવાવરૂ જગ્યાએ લઇ જઈને આરોપી જયેશ, મુકેશ અને પ્રવિણે મળી માથામાં જંપરના પાઇપ મારીને તેની હત્યા કરી હતી

ત્યાર બાદ લાશનો નિકાલ કરવા માટે લાશ પર પટ્રોલ છાંટીને તેને સળગાવી દઇને ત્યાંથી આરોપીઓ નાશી ગયેલ હતા આ ગુનામાં પહેલા આરોપી જયેશને પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને લાવ્યા હતા અને તે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને તપાસ દરમ્યાન હત્યાના આ ગુનામાં સંડોવાયેલા સહ આરોપી પ્રવિણ નારણભાઇ કણજારીયા (૨૮) મૂળ જીવાપર (આમરણ) હાલમાં રહે ગોકુળનગર મોરબી તથા મુકેશ મનસુખભાઇ ડાભી (૩૦)રહે. મૂળ ગાંધીનગર તાલુકો મોરબી અને હાલમાં રહે ગોકુળનગર મોરબી વાળાઓની પણ ધરપકડ કરવામાં આવેલ છે






Latest News