મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે વાડીએ જુગાર રમતા છ શખ્સો ૧.૧૨ લાખના મુદામાલ સાથે ઝડપાયા


SHARE











હળવદના રણમલપુર ગામે વાડીએ જુગાર રમતા છ શખ્સો ૧.૧૨ લાખના મુદામાલ સાથે ઝડપાયા

હળવદ તાલુકાના રણમલપુર ગામે વાડીએ જુગાર રમતા હોવાની બાતમી હળવદ તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વાડીના માલિક સહિત કુલ મળીને છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧.૧૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણમલપુર ગામે સુરેશભાઈ જગદીશભાઈ પારેજીયા જાતે પટેલની વાડીએ જુગાર રમતા હોવાની બાતમી હળવદ તાલુકા પોલીસને મળી હતી જેથી પોલીસે સુરેશભાઈની વાડીએ જુગારની રેડ કરી હતી ત્યારે વાડીના માલિક સુરેશભાઈ જગદીશભાઈ પારેજીયા, હસમુખભાઈ હરખાભાઈ જાલોરીયા, દિલીપભાઈ કરસનભાઈ વામજાહસમુખભાઈ અંબાલાલ શાહ, જગદીશભાઈ કેશવજીભાઇ દલસાણીયા અને હરેશભાઈ દલીચંદભાઈ લોરીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧,૧૨,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

સરતાનપર જુગાર

વાંકાનેર તાલુકામાં આવતી સરતાનપર રોડ ઉપર ચોકડી પાસે જાહેરમાં ચલણી નોટના આધારે બે શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઉદયભાઇ રમેશભાઈ ઝરરીયા જાતે કોળી (ઉંમર ૨૬) રહે. હાલ સરતાનપર મૂળ તરકીયા અને વિપુલભાઈ ટીસાભાઈ સારલા જાતે કોળી (ઉંમર ૨૧) રહે ભીમગુડા વાળા ચલણી નોટના આધારે જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી પોલીસે ચારસો રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News