મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી-પીપળી-જેતપર-અણિયારી રોડના સત્વરે સમાર કામ શરૂઃ આ જ માર્ગ રૂ. ૧૧૮.૦૯ કરોડના ખર્ચે ચાર માર્ગીય રસ્તો બનાવવા ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવાની તાકિદ


SHARE







મોરબી-પીપળી-જેતપર-અણિયારી રોડના સત્વરે સમાર કામ શરૂઃ આ જ માર્ગ રૂ. ૧૧૮.૦૯ કરોડના ખર્ચે ચાર માર્ગીય રસ્તો બનાવવા ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવાની તાકિદ     

મંત્રી અને ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા મોરબીને જનતાને અનેક વિકાસ કામોની ભેટ,નટરાજ  ફાટક ઉપર રૂ.૮૦ કરોડના ખર્ચે ઓવર બ્રીજ તેમજ મહેન્દ્રનગર ચોકડી પાસે ફલાયઓવરનું કામ પણ રૂ.૮૦ કરોડના ખર્ચે બનાવાશે

રૂ.૨૫ કરોડના ખર્ચે સ્ટાફ કવાટર્સ પણ બનાવાશેઃ નવી કોર્ટ રૂ.૪૦ કરોડના ખર્ચે મળશે,રાજકોટ સરકિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે રોડના કામો અંગે તાકિદની સમિક્ષા બેઠક યોજતા મંત્રી બ્રિજેશભાઇ મેરજા                

આજે તા. ૨૫ જાન્યુઆરી - રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અને મોરબીના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબીના માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીશ્રીઓ સાથે મોરબી-માળિયા વિસ્તારના બિસ્માર રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ થાય તેમજ અનેક વિધ નવા વિકાસ કામો માટે રાજકોટના સરકીટ હાઉસ ખાતે તાકિદની સમિક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં રસ્તાની કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઇજનેર, કાર્યપાલક ઇજનેર, અધિક્ષક ઇજનેરશ્રી, નાયબ કાર્યપાલકશ્રી ઉપસ્થિત રહયા હતા. જેમાં મોરબી-પીપળી-જેતપર-અણીયારી રોડનું સત્વરે સમાર કામ શરૂ થઇ ગયાની જાણકારી મંત્રીશ્રીએ મેળવી હતી. તેમજ મોરબી-પીપળી-જેતપર-અણીયારીનો બિસમાર રોડ મોટરેબલ- વાહન વ્યવહારની સાનુકુળતા માટે પેચવર્ક  અને પટ્ટા કરવાની કામગીરી શરૂ થઇ ચૂકી છે.  તેમજ આ માર્ગ રૂ. ૧૧૮.૦૯ કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો બનાવવા ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવાની તાકિદ પણ મંત્રીશ્રીએ અધિકારીઓને આપી હતી.આ ઉપરાંત પ્રજાની આકાંક્ષા મુજબ ટેન્ડર પ્રક્રિયા હેઠળ કેટલાક કામો તાકિદે લેવામાં આવ્યા છે. જેમાં મોરબીના નટરાજ  ફાટક ઉપર રૂ.૮૦ કરોડના ખર્ચે ઓવર બ્રીજ તેમજ મહેન્દ્રનગર ચોકડી પાસે ફલાયઓવરનું કામ પણ રૂ.૮૦ કરોડના ખર્ચે કરાશે. જે માટેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યુ હતું.  આ ઉપરાંત રૂ.૨૫ કરોડના ખર્ચે સ્ટાફ કવાટર્સ પણ બનાવાશે. તેમજ મોરબીને જનતાને નવી કોર્ટ પણ રૂ.૪૦ કરોડના ખર્ચે મળી રહે તે માટે વિભાગમાંથી વિવિધ મંજૂરીઓ અને વિવિધ વિભાગમાંથી ફોલોઅપ પણ મેળવવામાં આવી રહયુ છે તેમ મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ હતું.આમ મોરબી- માળિયામાં તબકકા વાર વિકાસ કામોને નકકર દિશા આપી શકાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને મંત્રી એ તાકિદ કરી છે.






Latest News