મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન અને ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા હિન્દુ સંગઠનની બેઠક યોજાઇ મોરબી શહેર-તાલુકામાં જુગારની 3 રેડમાં 1.54 લાખની રોકડ સાથે 17 શખ્સો પકડાયા મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોના કાળમાં લગ્ન માટે કરી અનોખી પહેલ


SHARE







મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાકોરોના કાળમાં લગ્ન માટે કરી અનોખી પહેલ

સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ બંધ કરી સાદગી પૂર્વક ઘડિયા લગ્નપ્રસંગ યોજવામાં આવે તે જરૂરી છે જે અંતર્ગત મોરબી પૂર્વ ધારાસભ્યએ આ પ્રવૃત્તિને વેગ આપવા પ્રેરણાદાયક અને આ વિચારધારામાં માનનારા લોકો માટે ઉત્સાહપ્રેરક જાહેરાત કરી છે અને કાંતિભાઈ અમૃતિયાઉમા ટાઉનશીપ મુકામે આવેલા તેમના નિવાસ સ્થાને જે કોઈ સમાજ ઘડિયા (ત્વરિત) લગ્નનું આયોજન કરશે તેઓને આ જગ્યા ઉપરાંત તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે.

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી જિલ્લાના તમામ સમાજને ઘડિયા લગ્ન હોય તો તેઓને મોરબી સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ ખાતે રાખવા માટે આહવાન કરેલ છે આ માટે વર્તમાન સમયની કોરોના અન્વયેની સરકારની ગાઈડલાઈન છે ત્યાં સુધી અને તે મુજબ બંને પક્ષમાંથી ૫૦-૫૦ વ્યક્તિની મર્યાદામાં આયોજન કરી તેઓના ભોજન સમારંભનો તમામ ખર્ચ આપવા માટેની તૈયારી દર્શાવી છે અને કોરોના કાળમાં પણ કાંતિભાઈએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, આયુર્વેદિક દવાખાના, અર્બન હેલ્થ સેન્ટર વી. ખાતે દવાઓ પહોંચાડવા ઉપરાંત અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા રોકડ રકમ આપી હતી અને આ સમયે સામાજીક પ્રસંગે ઉપયોગી બનીને આમ પ્રજા માટે તેઓ હંમેશા ચિંતિત છે તેની પ્રતીતિ કરાવી છે.






Latest News