મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબીમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજાશે

મોરબીમાં આગામી તા.૨૫ મી જાન્યુઆરી,૨૦૨૨ ને મંગળવારના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૨ ની ઉજવણી નિમિત્તેચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવેશી, સુગમ અને સહભાગી બનાવીએ થીમ આધારિત રાષ્ટ્રીય મતદાતા દિવસ વર્ચ્યુઅલી યોજાશે. આ કાર્યક્રમમાં ઓનલાઇન માધ્યમથી યુવા મતદારોને જોડાવવા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડના જણાવ્યાં મુજબ તા.૨૫ મી જાન્યુઆરી,૨૦૨૨ ના રોજ સમગ્ર દેશમાં ૧૨ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની ઉજવણી જિલ્લાકક્ષાએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જે.બી.પટેલના અધ્યક્ષસ્થાને તા.૨૫/૧ ના રોજ ૧૦:૦૦ કલાકે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ઓનલાઇન માધ્યમ દ્વારા યોજાનાર છે જિલ્લા કક્ષાના કાર્યક્રમ બાદ રાજ્યકક્ષાનો વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ યોજાશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાની જનતાને https://fb.me/e/2bZ2EXdpb?ti=wa અથવા https://ceo.gujarat.gov.in અથવા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતના ફેસબુક પેજ (CEOGujarat) અથવા યુ ટ્યુબ ચેનલ પર https://youtu.be/mdB0fc7Goow જોઈ શકશે.






Latest News