મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના જેતપર રોડે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના જેતપર રોડ ઉપર સનફેમ સિરામિક કારખાના પાસેથી બાઇક ચાલક પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે ડમ્પર ચાલકે તેને અડફેટે લેતા બાઇક ચાલક રસ્તા ઉપર નીચે પટકાયો હતો અને ત્યાર બાદ ડમ્પરના તોતિંગ વ્હીલ તેના ઉપરથી ફરી ગયા હતા જેથી યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માતના બનાવમાં હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક ભાઈએ ડમ્પર ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા બેચરભાઈ કાનજીભાઈ રાજપરા જાતે પટેલ (32) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૭૦૭૩ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો કૌટુંબિક ભાઈ નરેન્દ્રભાઈ ઇશ્વરભાઇ રાજપરા (ઉંમર ૪૬) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ સી ૯૭૩૩ લઈને પોતાના ઘરેથી એબીસી સીરામીક ખાતે જતો હતો ત્યારે ડમ્પર ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને રસ્તા ઉપર નીચે પડી ગયેલા નરેન્દ્રભાઈ ઇશ્વરભાઇ રાજપરાના શરીર ઉપરથી ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી ળ્યા હતા માટે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતથી મૃત્યુના આ બનાવની હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક  ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News