મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને ચૂકવાશે ૪ લાખની સહાય: જયંતિભાઈ


SHARE











ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને ચૂકવાશે ૪ લાખની સહાય: જયંતિભાઈ

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આગામી ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રમુખે કહ્યું હતુ કે, વર્તમાન સરકાર લોકોની સાથે અન્યાય કરી રહી છે અને ગુજરાતમાં કોંગ્રેસ સત્તા ઉપર આવે તો કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિના પરિવારને ૪ લાખની સહાય ચૂકવશે

આગામી ૨૦૨૨ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક રાજકીય પક્ષો દ્વારા ગતિવિધિ શરૂ કરવામાં આવી છે ત્યારે જ વાત કરીએ તો મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રમુખ જયંતીભાઈ પટેલ, મહેશભાઇ રાજ્યગુરુ, ધર્મેન્દ્રભાઈ સહિતના આગેવાનોની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આગામી ૨૦૨૨ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રમુખે કહ્યું હતું કે, સરકાર કોરોનામાં અવસાન પામેલા લોકોના આંકડા સાચા આપતી નથી એક બાજુ મોરબી જીલ્લામાં ૮૭ જ કોરોનાના મોત બતાવે છે અને બીજી બાજુ આજ સુધીમાં ૬૦૦ થી વધુ લોકોને સહાય ચૂકવવામાં આવી છે આમાં જોતાં મોરબી જીલ્લામાં કોરોનામાં લગભગ ૫૦૦૦ જેટલા લોકોના મોત થયા છે તેવું કહિતે તેઓએ કહ્યું હતું કે, જો કોંગ્રેસ ગુજરાતમાં સત્તા ઉપર આવશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કોરોનાના લીધે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને ચાર લાખ સુધીની સહાય કોંગ્રેસ દ્વારા આપવામાં આવશે






Latest News