મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીની ધૂતારી વાડીમાં ચૂલા ઉપર રસોઈ બનાવતા દાઝી ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE







મોરબીની ધૂતારી વાડીમાં ચૂલા ઉપર રસોઈ બનાવતા દાઝી ગયેલ મહિલાનું સારવારમાં મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધૂતારી વાડીમાં ચૂલા ઉપર રસોઈ બનાવતા સમયે મહિલા દાઝી ગઈ હતી જેથી આ મહિલાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે નવલખી રોડ ઉપર ધુતારી વાડી વિસ્તારની અંદર રહેતા પ્રવિણભાઇ પિલૂકીયા જાતે કોળીના પત્ની દયાબેન (ઉંમર ૩૫) ગત તા ૧૬/૧/૨૨ ના રોજ વહેલી સવારે પોતાના ઘરે ચૂલા ઉપર રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે અગન જાળ તેના કપડામાં લાગવાના કારણે તેઓ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન તેનું તા,૨૦ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

 નવોઢા સારવારમાં

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતી હિરલબેન અરવિંદભાઈ થારૂકીયા નામની ૨૨ વર્ષીય પરણીતાએ કોઈ કારણોસર તેના ઘેર દવા પી લેતાં તેને અહીંની શુભ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી.બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઇ વી.કે.કોઠીયાએ બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.જોકે જાણવા મળતી વિગતો મુજબ હિરલબેનનો લગ્નગાળો એક વર્ષનો હોય અને હાલ તેઓ બેભાન હાલતમાં હોય તેણીનું નિવેદન લઇ શકાયું નથી તેથી બનાવ અંગેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી તેમ તપાસ અધીકારીએ જણાવેલ છે.






Latest News