મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ૨૬ મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ


SHARE







મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ૨૬ મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ

મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને ૨૬મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ વખતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ બેઠકમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીની વિવિધ તૈયારીઓ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા કાર્યક્રમના સ્થળે સ્ટેજ વ્યવસ્થા, મંડપ, લાઇટિંગ,  બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, કાર્યક્રમના સ્થળે મેડીકલ ટીમની વ્યવસ્થા વગેરે બાબતે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ વન સંરક્ષક ચીરાગ અમીન,  અધિક નિવાસી કલેક્ટર એન.કે. મુછાર, મોરબી પ્રાંત ઓફિસર ડી.એ.ઝાલા, વાંકાનેર પ્રાંત ઓફિસર એ.એચ.શેરસીયા, જિલ્લા આયોજન અધિકારી જે.કે.બગીયા, જિલ્લા પુરવઠા અધિકારી સ્વેતાબેન પટેલ, મોરબી સીટી મામલતદાર જી.એચ.રૂપાપરા, વાંકાનેર મામલતદાર એસ.આર. કેલયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News