માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર ટ્રક ચાલકે સ્કુટરને હડફેટે લેતા રાજકોટ ખસેડાયેલ આધેડનું સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર ટ્રક ચાલકે સ્કુટરને હડફેટે લેતા રાજકોટ ખસેડાયેલ આધેડનું સારવાર દરમ્યાન મોત

મોરબીના સામાકાંઠે જુના ઘુંટુ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સ્કુટરમાં ઘર તરફથી દુકાને જઈ રહેલા નિવૃત એસઆરપી મેનને ટ્રકના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત આધેડને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસે રોહીદાસપરા નજીક આવેલ ગુજરાત સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત એસઆરપી મેન મૂળજીભાઈ દેવજીભાઈ ચૌહાણ (ઉમર ૬૨) ની મોરબીના ઘૂંટુ રોડ ઉપર દુકાન આવેલ છે.ગત તા.૧૨-૧ ના સવારે અગીયારેક વાગ્યે તેઓ ઘરેથી તેમનું એકસેસ સ્કુટર લઇને તેમની ઘુંટુ રોડ ઉપર આવેલ દુકાને જવા માટે નિકળયા હતા.તેઓ સ્કુટર લઇને જતા હતા ત્યારે ઘુંટુ રોડ ઉપર ટ્રક નંબર જીજે ૧૧ વીએકસ ૫૩૦૦ ના ચાલકે મૂળજીભાઈ દેવજીભાઈ ચૌહાણને હડફેટે લીધા હતા જેથી ઇજાગ્રસ્ત મૂળજીભાઈને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અહીં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેઓને રાજકોટ લઇ જવાયા હતા જયાં ટુંકી સારવાર બાદ મૂળજીભાઈનું મોત નિપજયુ હતુ.બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ પ્રાથમીક તપાસ કરી હતી. બનાવ સંદર્ભે ઉપરોક્ત નંબરના ટ્રકચાલક વિરુદ્ધ મૃતકના પુત્ર દિપક મૂળજીભાઈ ચૌહાણ (૩૦) રહે.ગુજરાત સોસાયટી રોહીદાસપરા મોરબીએ ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એલ.એન.વાઢીયાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

યુવતી રાજકોટ ખસેડાઇ

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ પ્રભાત હોસ્પિટલમાં ઉપરના ભાગે રહેતી હેતલબેન ખોડાભાઈ સરવૈયા નામની અઢાર વર્ષીય યુવતી કોઇ કારણોસર એસિડ પી ગઈ હતી જેથી તેણીને અહિંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેણીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ આગળની તપાસ હાથ ધરેલ છે.

યુવાન સારવારમાં

જામનગરના જોડીયા તાલુકાના જામદૂધઇ ગામે રહેતો નયન તુલસીભાઈ ગાંભવા નામનો ૧૯ વર્ષીય યુવાન મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી ગયો હતો જેથી તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે તપાસ હાથ ધરી હતી.




Latest News