વાંકાનેરની દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી 693 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો, 3.56 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીની વાવડી અને મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માતમાં બે યુવાનો ઘાયલ વાંકાનેરની મોર્ડન સ્કૂલ ખાતે સાંસદની હાજરીમાં યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો 147 કરોડનો પ્રોજેક્ટ-ગોવા પ્રવાસ રદમાં દાળમાં કાળું કે પછી હળવદ વાળી ?: મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણવિદ્ ભરત ગાજીપરાની હાજરીમાં એમ્પાઉરીંગ ધ એજ્યુકેટર્સ સેમિનાર યોજાયો મોરબીમાં દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ દ્વારા સમુહલગ્નનું આયોજન મોરબી જીલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર રવાપર ખાતે એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું ​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા પાસે ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકે હડફેટ લેતા ઇજા પામેલ આધેડ સારવારમાં


SHARE







































ટંકારાના ઓટાળા પાસે ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકે હડફેટ લેતા ઇજા પામેલ આધેડ સારવારમાં

ટંકારાના ઓટાળા ગામના પુલ પાસેથી આધેડ ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકે તેઓને હડફેટ લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથા, હાથ અને પગે ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ ઇજા પામેલા આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારાના ઓટાળા ગામે જૂની પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા વિપુલભાઈ શાંતિભાઈ લાઠીયા (33)એ ખાનગી ટ્રાવેલ્સ બસ નંબર જીજે 36 ટી 9312 ના ચાલે સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ઓટાળા ગામના પુલ પાસે તેઓની ચાની કેબીનેથી ચાલીને તેના પિતા શાંતિલાલ લાઠીયા બાજુમાં આવેલ કંપનીએ જતા હતા ત્યારે ઓટાળા ગામના પુલ પાસે ટંકારા લતીપર હાઇવે રોડ પર ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના પિતાને હડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી તેમજ જમણા પડખા અને હમણાં હાથમાં ઇજાઓ થતા તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજા પામેલા આધાએડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સરતાનપર રોડ ઉપર કારખાના પાસેથી બાઈક ની ચોરી
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે જીઈબીના 66 કેવી સામે રહેતા ઉત્તમભાઈ જીવાભાઇ મોરી (28)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચેતનભાઇ સોંડાભાઈ પગી સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું છે કે, શિવ વોટર સપ્લાયના પાર્કિંગમાં તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 32 એમ 0440 પાર્ક કરીને મૂક્યું હતું જે 30 હજાર રૂપિયાની કિંમતના બાઈકની આરોપી દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે આરોપી ચેતનભાઇ સોંડાભાઈ પગી (24) રહે. સુરેલ રામદેવપીરના મંદિર પાસે તાલુકો પાટડી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે














Latest News