વાંકાનેરની દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી 693 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો, 3.56 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીની વાવડી અને મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માતમાં બે યુવાનો ઘાયલ વાંકાનેરની મોર્ડન સ્કૂલ ખાતે સાંસદની હાજરીમાં યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો 147 કરોડનો પ્રોજેક્ટ-ગોવા પ્રવાસ રદમાં દાળમાં કાળું કે પછી હળવદ વાળી ?: મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણવિદ્ ભરત ગાજીપરાની હાજરીમાં એમ્પાઉરીંગ ધ એજ્યુકેટર્સ સેમિનાર યોજાયો મોરબીમાં દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ દ્વારા સમુહલગ્નનું આયોજન મોરબી જીલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર રવાપર ખાતે એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું ​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર અને મુળીના ગામડાઓમાં પીજીવીસીએલની 33 ટીમો એસઆરપી-પોલીસને સાથે રાખીને ત્રાટકી


SHARE







































વાંકાનેર શહેર અને મુળીના ગામડાઓમાં પીજીવીસીએલની 33 ટીમો એસઆરપી-પોલીસને સાથે રાખીને ત્રાટકી

આજે વહેલી સવારથી મોરબી જિલ્લાના વાંકાનેર શહેરના જુદા જુદા વિસ્તારોમાં તથા મુળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમો ત્રાટકી છે અને કુલ મળીને 33 જેટલી ટીમો દ્વારા એસઆરપી તથા પોલીસના બંદોબસ્ત સાથે રહેણાક અને કોમર્શિયલ વીજ કનેક્શન ચેક કરવામાં આવી રહ્યા છે અને આજની કાર્યવાહી દરમ્યાન મોટા પ્રમાણમાં વીજ ચોરી સામે આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર સમયાંતરે પીજીવીસીએલ દ્વારા પાવરચોરી રોકવા માટે થઈને વીજ ચેકિંગ માટેની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે મોરબી જિલ્લાના પીજીવીસીએલના અધિકારીઓ તથા અન્ય જિલ્લાની ચેકિંગ સ્કવોર્ડના અધિકારીઓની જુદી જુદી 33 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને પોલીસ તથા એસઆરપીના બંદોબસ્તને સાથે રાખી વાંકાનેર શહેરમાં આવેલ આરોગ્યનગર, એકતાનગર અને રોયલ પાર્ક સહિતના વિસ્તારમાં રહેણાકના જુદાજુદા વીજ કનેકશન ચેક કરવામાં આવી રહ્યા છે આવી જ રીતે મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રહેણાક અને કોમર્શિયલ વીજ કનેક્શનને ચેક કરવા માટેની કાર્યવાહી હાલમાં પીજીવીસીએલની ટીમો દ્વારા કરવામાં આવી રહી છે અને આ કામગીરી દરમિયાન મોટા પ્રમાણમાં વીજ ચોરી સામે આવી તેવી શક્યતાઓ સેવાઈ રહે છે તેમજ આગામી સમયમાં આવી જ રીતે મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં વીજ ચેકિંગની કામગીરી ચાલુ જ રાખવામા આવશે.














Latest News