વાંકાનેરની દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી 693 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો, 3.56 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીની વાવડી અને મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માતમાં બે યુવાનો ઘાયલ વાંકાનેરની મોર્ડન સ્કૂલ ખાતે સાંસદની હાજરીમાં યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો 147 કરોડનો પ્રોજેક્ટ-ગોવા પ્રવાસ રદમાં દાળમાં કાળું કે પછી હળવદ વાળી ?: મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણવિદ્ ભરત ગાજીપરાની હાજરીમાં એમ્પાઉરીંગ ધ એજ્યુકેટર્સ સેમિનાર યોજાયો મોરબીમાં દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ દ્વારા સમુહલગ્નનું આયોજન મોરબી જીલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર રવાપર ખાતે એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું ​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા
Breaking news
Morbi Today

હળવદના દેવળીયાથી જેતપર જવાના રસ્તા ઉપર બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







































હળવદના દેવળીયાથી જેતપર જવાના રસ્તા ઉપર બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

હળવદના દેવળીયા ગામથી જેતપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતી દરગાહ નજીકથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં આવતા વળાંક પાસે બાઈક સ્લીપ થયું હતું અને યુવાન બાઇક સહિત નાલામા નીચે પડ્યો હતો જેથી કરીને યુવાનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી માટે ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પત્નીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર ગામની સીમમાં ધર્મેન્દ્રભાઈ જાકાસણીયાની વાડીએ રહીને મજૂરી કામ કરતો સરતાનભાઈ જગલાભાઈ રાઠવા (43) નામનો યુવાન ગત તા. 25/11 ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના સમયે પોતાનું બાઇક નંબર જીજે 34 એબી 3252 લઈને દેવળીયા ગામથી જેતપર તરફ જતા રોડ ઉપર ભોળાપીરની દરગાહ પહેલા આવતા વળાંક પાસેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે વણાંક પાસે બાઇક સ્લીપ થયું હતું અને યુવાન બાઇક સાહિત નાલાની નીચે પડતા તેને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પત્ની સુમીબેન સરતાનભાઈ રાઠવા (46) રહે. હાલ જેતપર ગામની સીમમાં ધર્મેન્દ્રભાઈ જાકાસણીયાની વાડીએ મોરબી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.














Latest News