વાંકાનેરની દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી 693 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો, 3.56 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીની વાવડી અને મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માતમાં બે યુવાનો ઘાયલ વાંકાનેરની મોર્ડન સ્કૂલ ખાતે સાંસદની હાજરીમાં યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો 147 કરોડનો પ્રોજેક્ટ-ગોવા પ્રવાસ રદમાં દાળમાં કાળું કે પછી હળવદ વાળી ?: મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણવિદ્ ભરત ગાજીપરાની હાજરીમાં એમ્પાઉરીંગ ધ એજ્યુકેટર્સ સેમિનાર યોજાયો મોરબીમાં દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ દ્વારા સમુહલગ્નનું આયોજન મોરબી જીલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર રવાપર ખાતે એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું ​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા ગામની મુલાકાત લઈ સરકારી સંસ્થાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કરતાં કલેક્ટર


SHARE







































હળવદના ઢવાણા ગામની મુલાકાત લઈ સરકારી સંસ્થાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કરતાં કલેક્ટર

મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ઢવાણા ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ગામમાં ઉપલબ્ધ સરકારી સેવાઓ, પાયાની સુવિધાઓ તથા સ્થાનિક પ્રશ્નો અંગે સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓ, દવાઓની ઉપલબ્ધતા તથા દર્દીઓને મળતી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમિયાન બાળકોને મળતી પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સુવિધાઓની સમીક્ષા કરી હતી. તેમજ ગામની શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક વ્યવસ્થા, વિદ્યાર્થીઓની હાજરી અને શાળામાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.  આ ઉપરાંત જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનની મુલાકાત લઈ રેશનકાર્ડ ધારકોને મળતા અનાજના વિતરણ અંગે માહિતી મેળવી હતી. ગામના તળાવની મુલાકાત લઈ તેની પરિસ્થિતિ અને જાળવણી અંગે જાણકારી મેળવી હતી. ગામમાં સરકારી ખરાબાની જમીન, ગામતળ તથા અન્ય જાહેર જગ્યાઓનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત ગામની વિવિધ સ્થાનિક બાબતો અંગે જાણકારી મેળવી હતી. આ મુલાકાતનો હેતુ ગ્રામ્ય સ્તરે સરકારી સેવાઓની ગુણવત્તા, સુવિધાઓની ઉપલબ્ધતા અને સ્થાનિક પ્રશ્નોની સમીક્ષા કરી જરૂરી સુધારાત્મક પગલાં સુનિશ્ચિત કરવાનો હતો.














Latest News