મોરબીના ટીંબડી પાટિયા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતાં યુવાનનું મોત ટંકારાના નસીતપર ગામે રમતા રમતા બાળકોએ દીવાસળી ઘોડિયામાં નાખતા ખોયું સળગતા દોઢ માસનું બાળક દાઝી ગયું વાંકાનેરના અગાભી પીપળીયા પાસે  સ્પીડ બ્રેકર આવતા બાઈકમાંથી નીચે પડતાં વૃદ્ધ મહિલાનું મોત માળીયા (મી) નજીક બાઈકમાં સ્ટંટ કરનારા શખ્સે બે હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી મોરબી ખાતે એનપીએસ સંચય આઉટરીચ કાર્યક્રમ યોજાયો: ખેડૂતો, ગ્રામ્ય ઉદ્યોગકારો અને શ્રમિકોને પેન્શન સુરક્ષાનું અપાયું માર્ગદર્શન મોરબી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસનાં સંચાલકની પૌત્રી શ્રી ની અનેરી સિધ્ધી મોરબીના ઉમા સંસ્કાર ધામના દ્વિતિય પાટોત્સવમાં ૨૬૦ જેટલા પ્રીતિભાશાળીઓ અને ૨૫૦ જેટલા દાતાઓનું સન્માન કરાયું મોરબી : ટંકારાના આર્ય સમાજ દ્રારા વેકેશન દરમ્યાન વિર-વિરાંગના શિબીર યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના અગાભી પીપળીયા પાસે  સ્પીડ બ્રેકર આવતા બાઈકમાંથી નીચે પડતાં વૃદ્ધ મહિલાનું મોત


SHARE







































વાંકાનેરના અગાભી પીપળીયા પાસે  સ્પીડ બ્રેકર આવતા બાઈકમાંથી નીચે પડતાં વૃદ્ધ મહિલાનું મોત

અગાભી પીપળીયા પાસે સ્પીડ બ્રેકર આવતા, બાઈક ઉછળતા રોડ પર પટકાયેલા કાગદડીના જીવીબેન બાંભવાનું મોત નીપજ્યું હતું. 65 વર્ષીય મૃતક પોતાના પતિ રાજાભાઈ સાથે બાઈક પર બેસી સિંધાવદર ગામે માતાજીના માંડવામાં જતા હતા ત્યારે આ ઘટના બની હતી.

કાગદડી ગામે રહેતા જીવીબેન રાજાભાઈ બાંભવા (65) ગઈકાલે બપોરે 1:00 વાગ્યા આસપાસ પોતાના પતિની સાથે બાઈકમાં બેસી વાંકાનેરના સિંધાવદર ગામે જતા હતા ત્યારે અગાભી પીપળીયા ગામ નજીક સ્પીડ બ્રેકરમાં બાઈક ઉછળ્યું હતું. જેમાં જીવીબેન બાઈક પરથી નીચે પટકાયા હતા. તેમને ગંભીર ઇજા થઈ હતી. તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરીને મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. અને પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, જીવીબેનને સંતાનમાં ત્રણ દીકરા અને બે દીકરીઓ છે. ગઈકાલ સિંધાવદર ગામે માતાજીના માંડવાનો શુભ પ્રસંગ હોવાથી તેઓ પોતાના પતિ સાથે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. વૃદ્ધાના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.














Latest News