મોરબી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસનાં સંચાલકની પૌત્રી શ્રી ની અનેરી સિધ્ધી મોરબીના ઉમા સંસ્કાર ધામના દ્વિતિય પાટોત્સવમાં ૨૬૦ જેટલા પ્રીતિભાશાળીઓ અને ૨૫૦ જેટલા દાતાઓનું સન્માન કરાયું મોરબી : ટંકારાના આર્ય સમાજ દ્રારા વેકેશન દરમ્યાન વિર-વિરાંગના શિબીર યોજાઇ પવનચક્કીના તોતિંગ પંખિયા ભરેલ ટ્રકમાં હવા ઓછી કરીને વાંકાનેરમાં રેલ્વેના બ્રિજ નીચેથી કાઢવાનું જોખમી કૌભાંડ: રેલ્વે તંત્રના આંખ આડા કાન ! મોરબી શહેરમાં નાગરિકોની સુવિધા માટે સીટી બસ સેવા શરૂ કરો : કે.ડી.બાવરવા મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસેથી 200 ફૂટ કોપર કેબલ વાયરની ચોરી હું ડરુ છું તેવી વાતો કરે છે તેવું કહીને મોરબીમાં યુવાનને એક શખ્સે લાફો ઝીકિ દીધો માળીયા (મી)ના હરીપર પાસે ટ્રક ચાલકે ટક્કર મારતા બોલેરો અને તેમાં ભરેલ ટાઇલ્સમાં નુકશાન
Breaking news
Morbi Today

હું ડરુ છું તેવી વાતો કરે છે તેવું કહીને મોરબીમાં યુવાનને એક શખ્સે લાફો ઝીકિ દીધો


SHARE







































હું ડરુ છું તેવી વાતો કરે છે તેવું કહીને મોરબીમાં યુવાનને એક શખ્સે લાફો ઝીકિ દીધો

મોરબીના ત્રાજપર રોડ ઉપર આવેલ શિવાલિકા પ્લાઝામાં ચોથા માળે હોથલ ફાયનાન્સ ઓફિસમાં મિત્ર સાથે બેઠેલ યુવાન પાસે આવીને તું બીજાને હું ડરુ છું તેવી વાતો કરે છે તેમ કહીને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલ હતો અને ત્યારબાદ તેને લાફો માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં શિવમ હોસ્પિટલ પાછળ વિપુલનગરમાં રહેતા મોહિતભાઈ મુકેશભાઈ પરમાર (24)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશભાઈ ગોલતર રહે. રાજપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના ત્રાજપર રોડ ઉપર મહેન્દ્રસિંહ હોસ્પિટલની બાજુમાં આવેલ શિવાલિકા પ્લાઝામાં ચોથા માળે હોથલ ફાઇનાન્સની ઓફિસ આવેલી છે અને ત્યાં ફરિયાદી તેના મિત્ર સાથે બેઠેલ હતો ત્યારે આરોપીએ ત્યાં આવીને ફરિયાદીને કહ્યું હતું કે, “તું બીજાને હું ડરું છું તેવી વાતો કરે છે” તેમ કહીને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલ છે અને એકદમ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને લાફો મારી દીધો હતો જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે














Latest News