મોરબી શહેરમાં નાગરિકોની સુવિધા માટે સીટી બસ સેવા શરૂ કરો : કે.ડી.બાવરવા
પવનચક્કીના તોતિંગ પંખિયા ભરેલ ટ્રકમાં હવા ઓછી કરીને વાંકાનેરમાં રેલ્વેના બ્રિજ નીચેથી કાઢવાનું જોખમી કૌભાંડ: રેલ્વે તંત્રના આંખ આડા કાન !
SHARE
પવનચક્કીના તોતિંગ પંખિયા ભરેલ ટ્રકમાં હવા ઓછી કરીને વાંકાનેરમાં રેલ્વેના બ્રિજ નીચેથી કાઢવાનું જોખમી કૌભાંડ: રેલ્વે તંત્રના આંખ આડા કાન !
સામાન્ય રીતે રેલવેના બ્રિજની સલામતી માટે ત્યાં હાઈટ ગેજ લગાવવામાં આવતા હોય છે પરંતુ મોરબી જિલ્લામાં રેલવેના હાઈટ ગેજ સાથે ચેડાં કરીને પવનચક્કીના પંખિયા ભરેલા ટ્રકને જોખમી રીતે પસાર કરવામાં આવે છે અને જો આ ટ્રક અથડાવવાના કારણે રેલવેના બ્રિજમાં કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો સૌરાષ્ટ્રના સોમનાથ, પોરબંદર, જામનગર, દ્વારકા, રાજકોટ સહિતના રૂટની ટ્રેનો બંધ થઈ જાય તેમ છે. તેમ છતાં પણ રેલવે વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને રેલવે વિભાગના અધિકારીઓની સંડોવણીથી જ કૌભાંડ કરવામાં આવતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર વાંકાનેર નજીક રેલવેનો બ્રિજ આવેલો છે અને તેના ઉપરથી રેલ્વેની માલવાહક અને પેસેન્જર ટ્રેનની અવરજવર થતી હોય છે આ બ્રિજની સલામતી માટે બંને બાજુએ રેલવે વિભાગ દ્વારા હાઈટ ગેજ મૂકવામાં આવ્યા છે જોકે હાઈટ ગેજની સાથે ચેડા કરીને ત્યાંથી પવનચક્કીના પાંખિયા ભરેલા ટ્રકોને કિલોમીટર અને ખર્ચ ઘટાડવા માટે પસાર કરવામાં આવતા હોય છે તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે સૂત્ર પાસેથી મળતી વિગત પ્રમાણે ચાઈના બાજુથી આવતી પવનચક્કીની મશીનરી કંડલા કે મુંદ્રા પોર્ટ ઉપર આવે છે અને ત્યાંથી ટ્રકમાં માલ ભરીને બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે. અને 95 મીટરનું એક પાંખિયું હોટ તેવા ત્રણ ટ્રકનો સેટ પસાર થતો હોય છે.
પવનચક્કીના પંખિયા ભરેલા ટ્રકોને કંડલાથી મોરબી, ટંકારા, રાજકોટ, ચોટીલા થઈને બીજા રાજ્યમાં મોકલવાના હોય છે જોકે કિલોમીટર અને ખર્ચ ઘટાડવા માટે કંડલાથી સીધા જ વાંકાનેર બાઉન્ડ્રી તરફ ટ્રકોને લઈ જવામાં આવે છે અને રેલવેના બ્રિજ પાસેથી ટ્રકોને જોખમી રીતે પસાર કરવામાં આવતા હોય છે હાલમાં જે વિડીયો સામે આવ્યા છે તે તા. 24 નવેમ્બરની રાતનો છે જેમાં ટ્રકમાં ભરેલું પવનચક્કીનું 95 મીટરની ઊંચાઈવાળું પાંખિયું દેખાઈ છે તેમજ ટ્રક રેલવેના હાઈટ ગેજને આદિ જતો હોવાથી ટ્રકના ટાયરોમાં ભરેલી હવાને કાઢવામાં આવે છે ત્યારબાદ જોખમી રીતે ટ્રકને ત્યાંથી પસાર કરવામાં આવે છે જો ટ્રકના ટાયરમાં ભરેલી હવા ઓછી કરવાના કારણે ઉપર અંદાજે 50 ટન વજનનું પવનચક્કીનું પાંખિયું રાખવામાં આવ્યું છે તેનું બેલેન્સ ગુમાવે અથવા તો ટાયર ફાટે અને જો પાંખિયું રેલવેના બ્રિજ સાથે અથડાય તો ગંભીર અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ છે તેમ છતાં રેલવેના અધિકારીઓ મૌન છે
ઉલ્લેખનીય છે કે જો વાંકાનેર પાસેનો રેલ્વે બ્રિજ આ બેદરકારીના લીધે ડેમેજ થાય તો જામનગર, દ્વારકા, સોમનાથ, રાજકોટ, પોરબંદર તરફ આવતી અને જતી પેસેન્જર તથા માલવાહક ટ્રેનનો બંધ થઈ જાય તેમ છે. જેથી ગંભીર બેદરકારી દાખવનારા અધિકારીઓ અને કર્મચારીઓ સામે રેલવે વિભાગ દ્વારા આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે બિન આધારભૂત સૂત્રોના કહેવા પ્રમાણે રાત્રિના સમયગાળા દરમિયાન પવનચક્કીના પાંખિયા ભરેલ ટ્રકોને પસાર કરવામાં આવતી હોય છે અને આ ટ્રકો જ્યારે પસાર થવાની હોય છે ત્યારે પહેલાથી જ રેલવે વિભાગના ચોક્કસ અધિકારી અને કર્મચારીઓને પણ તેની જાણ હોય છે તો પણ રેલવેની સંપત્તિને નુકસાન થાય તેમજ જીવલેણ દુર્ઘટના સર્જાય તેવી બેદરકારી રાખવામા આવે છે. ત્યારે ટ્રકના ટાયરની હવા કાઢીને જે રીતે ટ્રકોને પસાર કરવામાં આવે છે જે સ્પષ્ટપણે વિડીયોમાં પણ દેખાય છે તેને ધ્યાને લઈને શું પગલાં લેવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.
વધુમાં મળતી વિગત પ્રમાણે અંદાજે વર્ષ 2005 થી કંડલા મુદ્રા પોર્ટ ઉપર આ રીતે પવનચક્કીનો માલ સામાન આવતો હોય છે અને તેને ટ્રકોમાં ભરીને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તથા બીજા રાજ્યની અંદર મોકલવામાં આવે છે જોકે અત્યાર સુધીમાં વાંકાનેરમાં રેલવે બ્રિજ નીચેથી 76 મીટરના પંખીયાઓને પસાર કરાયા છે પરંતુ હાલમાં 95 મીટરના પંખિયાને કાઢવામાં આવે છે. જે રેલવેના હાઈટ ગેજને અડતા જાય છે અને ટ્રકના ટાયરોની હવા કાઢીને ધરાર કાઢવામાં આવે છે. જોકે કોઈપણ દુર્ઘટના સર્જાય અને રેલવે બ્રિજ ડેમેજ થાય કે પછી તૂટી જાય તો તેના માટે જવાબદાર કોણ ? અને ઉપરથી વીડિયોમાં દેખાઈ છે તે રીતે પેસેંજર ટ્રેન પસાર થતી હોય ત્યારેકકોઈ બનાવ બને અને લોકોના જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ તે પણ એક સવાલ અહી ઉઠી રહ્યો છે.









