હું ડરુ છું તેવી વાતો કરે છે તેવું કહીને મોરબીમાં યુવાનને એક શખ્સે લાફો ઝીકિ દીધો
મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસેથી 200 ફૂટ કોપર કેબલ વાયરની ચોરી
SHARE
મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસેથી 200 ફૂટ કોપર કેબલ વાયરની ચોરી
મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ધુતારીના નાલા પાસે ખરાબાની જગ્યામાં ખેતીની જમીનમાં પાણીનું પિયત કરવા માટે થઈને લગાવેલ મોટરમાં કોપરનો વાયર અંદાજે 200 ફૂટ ફીટ કર્યો હતો જે 15000 રૂપિયાની કિંમતના વાયરની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં આવેલ રોહીદાસ પરા મેઇન રોડ ઉપર વિજયનગરમાં રહેતા ધર્મેશભાઈ દેવજીભાઈ મકવાણા (34)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં ટિંબડી ગામના પાટીયા પાસે ધુતારી નાલામાં ખરાબાની જગ્યામાં ફરિયાદીએ ખેતીની જમીનમાં પાણીનું પિયત કરવા માટે મુકેલ મોટરમાં લગાવેલ કોપરનો કેબલ વાયર 200 ફૂટ જેની કિંમત 15000 રૂપિયા થાય છે તેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









