મોરબી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસનાં સંચાલકની પૌત્રી શ્રી ની અનેરી સિધ્ધી મોરબીના ઉમા સંસ્કાર ધામના દ્વિતિય પાટોત્સવમાં ૨૬૦ જેટલા પ્રીતિભાશાળીઓ અને ૨૫૦ જેટલા દાતાઓનું સન્માન કરાયું મોરબી : ટંકારાના આર્ય સમાજ દ્રારા વેકેશન દરમ્યાન વિર-વિરાંગના શિબીર યોજાઇ પવનચક્કીના તોતિંગ પંખિયા ભરેલ ટ્રકમાં હવા ઓછી કરીને વાંકાનેરમાં રેલ્વેના બ્રિજ નીચેથી કાઢવાનું જોખમી કૌભાંડ: રેલ્વે તંત્રના આંખ આડા કાન ! મોરબી શહેરમાં નાગરિકોની સુવિધા માટે સીટી બસ સેવા શરૂ કરો : કે.ડી.બાવરવા મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસેથી 200 ફૂટ કોપર કેબલ વાયરની ચોરી હું ડરુ છું તેવી વાતો કરે છે તેવું કહીને મોરબીમાં યુવાનને એક શખ્સે લાફો ઝીકિ દીધો માળીયા (મી)ના હરીપર પાસે ટ્રક ચાલકે ટક્કર મારતા બોલેરો અને તેમાં ભરેલ ટાઇલ્સમાં નુકશાન
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં નાગરિકોની સુવિધા માટે સીટી બસ સેવા શરૂ કરો : કે.ડી.બાવરવા


SHARE







































મોરબી શહેરમાં નાગરિકોની સુવિધા માટે સીટી બસ સેવા શરૂ કરો : કે.ડી.બાવરવા

 

 

ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસોસીયેશનના જનરલ સેક્રેટરી   કે.ડી.બાવરવાએ જીલ્લા કલેકટર તેમજ મહા પાલીકાના મેયરને પત્ર લખીને મોરબીવાસીઓના હિતમાં સીટી બસ સેવા સુદ્રઢ બનાવવા માંગ કરેલ છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે મોરબી શહેરનો સતત વિકાસ થઈ રહ્યો છે અને શહેરની વસ્તી તથા વિસ્તાર પણ દિવસે દિવસે વધી રહ્યો છે.મહા નગરપાલિકા થતા નજીકના  ગામડાઓનો સમાવેશ પણ શહેર શહેરમાં કરવામાં આવેલ છે.શહેરના નાગરિકો, વડીલો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ સામાન્ય લોકોને શહેરના વિવિધ વિસ્તારોમાં અવરજવર કરવા માટે સરળ, સસ્તી અને સુલભ જાહેર પરિવહન વ્યવસ્થાની ખૂબ જ જરૂરિયાત છે.હાલમાં શહેરમાં અનેક નાગરિકોને બજાર, હોસ્પિટલ, સરકારી કચેરીઓ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તથા રહેણાંક વિસ્તારોમાં જવા માટે રિક્ષા કે અન્ય ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડે છે.અને આ રીક્ષા કે અન્ય વાહનો દરેક જગ્યાએ મળતા પણ નથી.કે વધુ ભાડા ચુકવવા પડે છે.જેના કારણે સમય અને ખર્ચ બંને વધે છે.

આથી મોરબી શહેરમાં સારી સીટી બસ સેવા શરૂ કરવામાં આવે અને નાગરિકોની સુવિધા માટે અહિં દર્શાવેલ રૂટ પર બસ સેવા શરૂ કરવામાં આવશે તો શહેરના લોકોને ખૂબ જ મોટી રાહત મળશે.જેમાં સીટી બસ રૂટ-૧ માં શાક માર્કેટ, નરસંગ મંદિર, રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, નવું બસ સ્ટેશન, અયોધ્યાપુરી રોડ, રેલ્વે સ્ટેશન, શાક માર્કેટ તેમજ સીટી બસ રૂટ નંબર-૨ માં કલેક્ટર કચેરી, બાપુ બાવલું, નગર દરવાજો, નવું બસ સ્ટેશન, ઉમિયા સર્કલ, રવાપર ચોકડી, નરસંગ મંદિર, નગરપાલિકા, કલેક્ટર કચેરી. તેમજ સીટી બસ રૂટ-૩ માં વાવડી ગામેથી મહેન્દ્રનગર , ત્રાજપર, લાલપર, ભડિયાદ, નવા-જુના બસ સ્ટેન્ડ થઇને વાવડી અને સીટી બસ રૂટ નંબર ૪ માં શનાળાથી અમરેલી રાખવા જોઇએ.

ઉપરોક્ત રૂટો ઉપર બસ  શરૂ કરવામાં આવે તો શહેરના મુખ્ય વિસ્તારો એકબીજા સાથે જોડાશે અને નાગરિકોને દૈનિક અવર-જવરમાં ખૂબ જ સુવિધા મળશે.ખાસ કરીને વડીલો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, શ્રમિકો તથા આર્થિક રીતે સામાન્ય વર્ગના લોકોને સસ્તી અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે.શહેરમાં ટ્રાફિકનું ભારણ  ઘટાડવામાં પણ આ સેવા મદદરૂપ થશે.માટે મોરબી શહેરના નાગરિકોના હિત અને સુવિધાને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત સીટી બસ રૂટો  શરૂ કરવા અંગે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.તેવી માંગ કે.ડી.બાવરવાએ કરેલ છે.














Latest News