ટંકારાના ધ્રુવનગર ગામ પાસે ટ્રક ચાલકે કારને હડફેટે લેતા યુવાન અને તેના પિતાને ઇજા થતાં સારવારમાં
માળીયા (મી)ના હરીપર પાસે ટ્રક ચાલકે ટક્કર મારતા બોલેરો અને તેમાં ભરેલ ટાઇલ્સમાં નુકશાન
SHARE
માળીયા (મી)ના હરીપર પાસે ટ્રક ચાલકે ટક્કર મારતા બોલેરો અને તેમાં ભરેલ ટાઇલ્સમાં નુકશાન
માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામ પાસેથી પસાર થઈ રહેલી બોલેરો ગાડીમાં પાછળથી ટ્રક ચાલકે તેનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં બોલેરો ગાડી તથા તેમાં ભરેલ ટાઇલ્સના જથ્થામાં નુકસાન થયું હતું જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ભુજના કુકમા ગામ પાધેડા શેરી ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતાં નારણભાઈ કાનજીભાઈ ચાવડા (48)એ ટ્રક નંબર આરજે 14 જીએલ 7251 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામના બ્રિજ ઉતરતા હાઇવે રોડ ઉપરથી તેઓ પોતાની બોલેરો ગાડીમાં ટાઇલ્સ ભરીને જઈ રહ્યા હતા ત્યારે ટ્રકના ચાલકે બેદરકારીથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીની બોલેરો ગાડીને પાછળના ભાગેથી ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં બોલેરો ગાડી અને તેમાં ભરેલ ટાઇલ્સમાં નુકસાન થયું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









