Morbi Today
મોરબી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસનાં સંચાલકની પૌત્રી શ્રી ની અનેરી સિધ્ધી
SHARE
મોરબી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસનાં સંચાલકની પૌત્રી શ્રી ની અનેરી સિધ્ધી
અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ અને યુનેસ્કો દ્વારા તા.૧૨ થી ૧૬ ના રોજ અંદમાનના શ્રીવિજયપુરમમાં (પોર્ટબ્લેરમાં) આંતરરાષ્ટ્રીય કક્ષાનો કલ્ચરલ ઓલિમ્પિયાર્ડ યોજાયો હતો. જેમાં આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસનાં સંચાલક ગોરધનભાઈ ગોરિયાની પૌત્રી તેમજ જાનકીબેન અને પ્રસાદભાઈ ગોરિયાની દિકરી શ્રી એ ભરતનાટ્યમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ તેમજ યુનેસ્કો દ્વારા ગ્લોબલ એક્સલેન્સ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.શ્રી ની આ સફળતા પાછળ એમનાં કલાગુરૂ સુમનબેન શેઠની મહેનત રંગ લાવી અને સફળતા મેળવી છે. આ તકે મોરબીનું ગૌરવ વધારવા બદલ સગા-સંબંધી, આર્યતેજ પરિવાર અને શુભેચ્છકો દ્વારા શ્રી ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.









