મોરબી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસનાં સંચાલકની પૌત્રી શ્રી ની અનેરી સિધ્ધી મોરબીના ઉમા સંસ્કાર ધામના દ્વિતિય પાટોત્સવમાં ૨૬૦ જેટલા પ્રીતિભાશાળીઓ અને ૨૫૦ જેટલા દાતાઓનું સન્માન કરાયું મોરબી : ટંકારાના આર્ય સમાજ દ્રારા વેકેશન દરમ્યાન વિર-વિરાંગના શિબીર યોજાઇ પવનચક્કીના તોતિંગ પંખિયા ભરેલ ટ્રકમાં હવા ઓછી કરીને વાંકાનેરમાં રેલ્વેના બ્રિજ નીચેથી કાઢવાનું જોખમી કૌભાંડ: રેલ્વે તંત્રના આંખ આડા કાન ! મોરબી શહેરમાં નાગરિકોની સુવિધા માટે સીટી બસ સેવા શરૂ કરો : કે.ડી.બાવરવા મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસેથી 200 ફૂટ કોપર કેબલ વાયરની ચોરી હું ડરુ છું તેવી વાતો કરે છે તેવું કહીને મોરબીમાં યુવાનને એક શખ્સે લાફો ઝીકિ દીધો માળીયા (મી)ના હરીપર પાસે ટ્રક ચાલકે ટક્કર મારતા બોલેરો અને તેમાં ભરેલ ટાઇલ્સમાં નુકશાન
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગર ગામ પાસે ટ્રક ચાલકે કારને હડફેટે લેતા યુવાન અને તેના પિતાને ઇજા થતાં સારવારમાં


SHARE







































ટંકારાના ધ્રુવનગર ગામ પાસે ટ્રક ચાલકે કારને હડફેટે લેતા યુવાન અને તેના પિતાને ઇજા થતાં સારવારમાં

રાજકોટથી કાર લઈને યુવાન મોરબી તરફ આવતો હતો ત્યારે કારમાં તેની સાથે તેના પિતા પણ બેઠેલા હતા દરમિયાન ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામ પાસે આગળ ભાગે જતાં ટ્રક ચાલકે કોઈપણ પ્રકારનું સિગ્નલ કે ઇશારો આપ્યા વગર ડાબી બાજુથી જમણી બાજુ પોતાનો ટ્રક લીધો હતો અને ત્યારે કાર સાથે અકસ્માત થયો હતો જે બનાવમાં કારચાલક યુવાનો અને તેના પિતાને શરીરે ઇજાઓ થઈ હોવાથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટની સોની બજાર હાટકેશ્વર ચોક ઘેલારામજીની શેરીમાં રહેતા પ્રિયંકભાઈ પંકજભાઈ માંડલિયા (21)એ ટ્રક નંબર જીજે 14 ઝેડ 2023 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ધ્રુવનગર ગામ પાસે રોડ ઉપરથી ફરિયાદી તેની કાર નંબર જીજે 36 એલ 4473 લઈને રાજકોટથી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે ડાબી બાજુથી કોઈપણ સિગ્નલ કે ઇશારો કર્યા વગર અચાનક જમણી બાજુએ તેનું વાહન વાળી લેતા ફરિયાદીની કાર ટ્રકની જમણી બાજુએ અથડાઈ હતી જેથી ફરિયાદીને હાથમાં તથા છાતીના ભાગે અને ફરિયાદીના પિતાને હાથમાં અને પગના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજા થયેલ છે અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે














Latest News