મોરબીના ટીંબડી પાટિયા નજીક કાર ડિવાઈડર સાથે અથડાતાં યુવાનનું મોત ટંકારાના નસીતપર ગામે રમતા રમતા બાળકોએ દીવાસળી ઘોડિયામાં નાખતા ખોયું સળગતા દોઢ માસનું બાળક દાઝી ગયું વાંકાનેરના અગાભી પીપળીયા પાસે  સ્પીડ બ્રેકર આવતા બાઈકમાંથી નીચે પડતાં વૃદ્ધ મહિલાનું મોત માળીયા (મી) નજીક બાઈકમાં સ્ટંટ કરનારા શખ્સે બે હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી મોરબી ખાતે એનપીએસ સંચય આઉટરીચ કાર્યક્રમ યોજાયો: ખેડૂતો, ગ્રામ્ય ઉદ્યોગકારો અને શ્રમિકોને પેન્શન સુરક્ષાનું અપાયું માર્ગદર્શન મોરબી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસનાં સંચાલકની પૌત્રી શ્રી ની અનેરી સિધ્ધી મોરબીના ઉમા સંસ્કાર ધામના દ્વિતિય પાટોત્સવમાં ૨૬૦ જેટલા પ્રીતિભાશાળીઓ અને ૨૫૦ જેટલા દાતાઓનું સન્માન કરાયું મોરબી : ટંકારાના આર્ય સમાજ દ્રારા વેકેશન દરમ્યાન વિર-વિરાંગના શિબીર યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક બાઈકમાં સ્ટંટ કરનારા શખ્સે બે હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી


SHARE







































માળીયા (મી) નજીક બાઈકમાં સ્ટંટ કરનારા શખ્સે બે હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી

મોરબી જિલ્લાના જુદા જુદા મુખ્ય માર્ગો ઉપર અવારનવાર બાઈકના સ્ટંટ કરતા હોય તે પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે તેવી જ રીતે થોડા સમય પહેલા માળિયા નજીક હાઇવે રોડ ઉપર આવેલ હોટલ પાસે બાઈકના સ્ટંટ કરવામાં આવ્યા હતા અને ત્યાં વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા જે વિડિયો એલસીબીની ટીમને ધ્યાન ઉપર આવતા સ્ટંટ કરનારાને પકડીને તેને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા હતા અને આ શખ્સ માફી માંગતો હોય તેવો વિડીયો બનાવીને પોલીસે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર અપલોડ કર્યો છે.

મોરબી જિલ્લામાં વાંકાનેર નજીક હાઇવે રોડ ઉપર સુતા સુતા બાઇક ચલાવતા હોય તેવા વિડિયો અગાઉ સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા હતા ત્યારે પોલીસ દ્વારા સ્ટંટ કરનારા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી દરમ્યાન થોડા સમય પહેલા મોરબી જિલ્લામાં આવતા માળિયા તાલુકામાં હાઇવે રોડ ઉપર આવેલ હોટલના ગ્રાઉન્ડમાં બાઇકના સ્ટંટ કરતા હોય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા આ વિડીયો પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી અને મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એસ.પો.જાડેજાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા સ્ટંટ કરનારા શખ્સને પકડવા માટે તજવીજ હાથ કરી હતી અને મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા રિયાઝ ફતેહમામદ ભટ્ટીને પકડીને પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું ત્યારબાદ આ શખ્સ માફી માંગતો હોય તે પ્રકારનો વિડીયો પોલીસ દ્વારા પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે જેમાં મોરબીના વીસીપરા વિસ્તારનો રહેવાસી રિયાઝ ભટ્ટી માળીયામાં ગત તા. 18 ના રોજ ઉર્ષના કાર્યક્રમ માટે ગયો હતો અને ત્યારે રાત્રિના સમયે હોટલ પાસે તેને બાઈકના સ્ટંટ કર્યા હતા જોકે, હવે બે હાથ જોડીને પોતાનાથી ભૂલ થઈ હોવાની માફી માંગી રહ્યો છે.














Latest News