વાંકાનેરની દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી 693 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો, 3.56 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીની વાવડી અને મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માતમાં બે યુવાનો ઘાયલ વાંકાનેરની મોર્ડન સ્કૂલ ખાતે સાંસદની હાજરીમાં યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો 147 કરોડનો પ્રોજેક્ટ-ગોવા પ્રવાસ રદમાં દાળમાં કાળું કે પછી હળવદ વાળી ?: મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણવિદ્ ભરત ગાજીપરાની હાજરીમાં એમ્પાઉરીંગ ધ એજ્યુકેટર્સ સેમિનાર યોજાયો મોરબીમાં દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ દ્વારા સમુહલગ્નનું આયોજન મોરબી જીલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર રવાપર ખાતે એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું ​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરની દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી 693 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો, 3.56 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ


SHARE







































વાંકાનેરની દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી 693 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો, 3.56 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

વાંકાનેરમાં આવેલ દ્વારકાનગરીમાં રહેતા શખ્સના ઘરની અંદર અફીણ હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ને ત્યારે સ્થળ ઉપરથી 693 ગ્રામ અફીણનો જથ્થો મળી આવ્યો હતો જેથી અફીણ અને મોબાઇલ સહિત પોલીસે 3,56,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો તથા આરોપીની ધરપકડ કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસનો ગુનો નોંધાયો છે

મોરબી જિલ્લા એસ.ઓ.જી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર શહેરમાં દ્વારકાનગરી ખાતે રહેતા ઘનશ્યામભાઈ ઉર્ફે ઘોઘુભાના રહેણાક મકાનમાં અફીણનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 693 ગ્રામ અફીણનો જથ્થો મળી આવતા 3.46 લાખ રૂપિયાની કિંમતનો અફીણનો જથ્થો તેમજ 10 હજાર રૂપિયાની કિંમતને મોબાઈલ ફોન આમ કુલ મળીને 3,56,500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી ઘનશ્યામભાઈ ઉર્ફે ઘોઘુભા વશરામભાઈ માલણ રહે. દ્વારકાનગરી વડીયા વિસ્તાર વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે














Latest News