વાંકાનેરના આગાભી પીપળીયાના યુવકે ઝેર પીધું, ઇન્સ્ટાગ્રામથી સંપર્ક થયા બાદ મહિલા બ્લેકમેઈલ કરવા લાગી મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટીએ જરૂરિયાતમંદ પરિવારની ધો.૧૦ માં અભ્યાસ કરતી દીકરીની સમગ્ર વર્ષની શૈક્ષણિક ફી ભરી મોરબીના દેવળીયામાં બાઇક સ્લીપ થતા યુવકનું મોત દુષ્કાળગ્રસ્ત જાહેર કારાયેલ જામનગર જિલ્લાના લોકોને પીવાનું પાણી પહોચડવા નર્મદાની મચ્છુ કેનાલમાં છોડવામાં આવતા પાણીની બેફામ ચોરી: તંત્ર મૌન !? અડાલજમાં બ્રહ્મભવન માટે ચિમનભાઈ અગ્રવાલે દાનમાં આપી 50 કરોડની જમીન વાંકાનેરમાં યુવાન ઉપર તેના મિત્ર સહિત બે શખ્સે કર્યો ધોકા-પાઇપથી હુમલો, કારમાં ધોકા મારીને કર્યું નુકશાન મોરબી શહેર-તાલુકામાં જુગારની જુદીજુદી 3 રેડમાં 7 શખ્સ પકડાયા મોરબીના ટીંબડી પાટિયા નજીક ટ્રકની પાછળ કાર અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાન ઉપર તેના મિત્ર સહિત બે શખ્સે કર્યો ધોકા-પાઇપથી હુમલો, કારમાં ધોકા મારીને કર્યું નુકશાન


SHARE







































વાંકાનેરમાં યુવાન ઉપર તેના મિત્ર સહિત બે શખ્સે કર્યો ધોકા-પાઇપથી હુમલો, કારમાં ધોકા મારીને કર્યું નુકશાન

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતો યુવાન તેના મિત્રની ઓફિસે બેઠો હતો ત્યારે યુવાનનો જુનો મિત્ર કે જેની સાથે તેને પૈસાની લેતીદેતી અગાઉ થતી હતી તે સહિત બે શખ્સ ત્યાં આવ્યા હતા અને યુવાનને ગાળો આપીને ધોકા અને પાઈપથી આડેધડ માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખીને ધમકી આપી હતી ત્યાર બાદ બંને શખ્સ ત્યાંથી જતા રહ્યા હતા અને યુવાન સાંજના સમયે પોતાના મિત્ર સાથે સ્વીફ્ટ કારમાં બેસીને જમવા માટે જતો હતો ત્યારે બંને આરોપીઓ સ્કોર્પિયો અને સ્વીફ્ટ ગાડી લઈને આવ્યા હતા અને યુવાન જે ગાડીમાં બેઠો હતો તે ગાડીમાં આગળ અને પાછળના ભાગે આરોપીઓએ વાહન અથડાવીને તથા ધોકા મારીને કારમાં નુકસાન કર્યું હતું. જેથી યુવાનને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા ફરહાનભાઈ ફારૂકભાઈ બલોચ (19)એ તેના મિત્ર અલાઉદ્દીન અલ્તાફભાઈ સમા રહે. દરબારી સોસાયટી ચંદ્રપુર તથા મીરખાન દલ રહે. રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, આરોપી અલાઉદ્દીન તેનો જૂનો મિત્ર હોય તેની સાથે પૈસાની લેતીદેતી થતી હતી દરમિયાન ફરિયાદી જે ઓફિસમાં કામ કરતો હતો તે ઓફિસે આવીને તેને આરોપીઓએ ગાળો આપી હતી અને બંને આરોપીઓએ ધોકા તથા પાઇપ વડે ફરિયાદીને શરીરે આડેધડ માર મારીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જતા રહ્યા હતા ત્યાર બાદ સાંજના સમયે ફરિયાદી પોતાના મિત્ર સાથે સ્વીફ્ટ ગાડી નંબર જીજે 36 એઆર 0207 માં જમવા માટે જતાં હતા ત્યારે ચંદ્રપુરના નાલા પાસે બંને આરોપીઓ સ્કોર્પિયો અને સ્વીફ્ટ કાર લઈને આવ્યા હતા અને ફરિયાદીને કારની આગળ તથા પાછળ વાહન અથડાવીને કારમાં નુકશાન કર્યું હતું અને ફરિયાદીની ગાડીમાં ધોકા મારીને નુકસાન કરવામાં આવ્યું હતું. જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બોલેરોના ચાલકે હડફેટે લેતા વૃદ્ધને પગમાં ફ્રેકચર

હળવદના ઘનશ્યામપુર ગામે રહેતા બાબુભાઈ લાલાભાઇ મકવાણા (65)એ બોલેરો ગાડી નંબર જીજે 36 એક્સ 7282 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, હળવદની સરા ચોકડી પાસેથી આરોપી પોતાના હવાલા વાળી બોલેરો ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીના જમણા પગના સાથળ સાથે આરોપીએ બોલેરો ગાડી અથડાવતા ફરિયાદીને જમણા પગના સાથળના ભાગે ફેક્ચર જેવી ઈજા થયેલ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યારબાદ આ બનાવ સંદર્ભે ઇજા પામેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે














Latest News