અડાલજમાં બ્રહ્મભવન માટે ચિમનભાઈ અગ્રવાલે દાનમાં આપી 50 કરોડની જમીન
દુષ્કાળગ્રસ્ત જાહેર કારાયેલ જામનગર જિલ્લાના લોકોને પીવાનું પાણી પહોચડવા નર્મદાની મચ્છુ કેનાલમાં છોડવામાં આવતા પાણીની બેફામ ચોરી: તંત્ર મૌન !?
SHARE
દુષ્કાળગ્રસ્ત જાહેર કારાયેલ જામનગર જિલ્લાના લોકોને પીવાનું પાણી પહોચડવા નર્મદાની મચ્છુ કેનાલમાં છોડવામાં આવતા પાણીની બેફામ ચોરી: તંત્ર મૌન !?
મોરબીમાંથી નર્મદાની ત્રણ કેનાલો પસાર થાય છે જેમાંથી મચ્છુ કેનાલ મારફતે મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમમા નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે અને આ મધર ડેમમાં આવેલા નર્મદાનાં પાણીમાંથી રાજકોટ અને જામનગર તરફ લોકોને પીવા માટેનું પાણી મોકલવામાં આવતું હોય છે જોકે, આ વખતે ચોમાસામાં પૂરતો વરસાદ થયો ન હોવાથી પાણીને કટોકટી થશે તે નિશ્ચિત છે તેમ છતાં પણ નર્મદાની કેનાલમાંથી જળ માફિયાઓ દ્વારા બેફામ પાણી ચોરી કરવામાં આવે છે અને રાત-દિવસ ટેન્કરો દોડાવીને ટેન્કરની અંદર કેનાલમાંથી પાણી ભરીને જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં એક-એક ટેન્કર 1000 રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે જો કે, પાણીનો આ વેપાર જવાબદાર અધિકારીઓને કેમ દેખાતો નથી તે સૌથી મોટો સવાલ છે.
હાલમાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં શિયાળુ પાક લેવા માટે વાવેતર કરવામાં આવ્યું છે જેથી સીંચાઈના પાણી માટે નર્મદાની કેનાલોમાં ખેડૂતોને પાણી મળી રહે તે માટે નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ચાલુ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ પડ્યો ન હોવાથી જામનગર જિલ્લાને દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે મોરબી નજીક આવેલા સૌની યોજનાના મધર ડેમ એટ્લે કે મચ્છુ-2 ડેમ સુધી નર્મદાનું પાણી પહોચાડીને તે પાણીને જામનગર અને રાજકોટ તરફ લોકોને પીવા માટે પાણી સપ્લાઈ કરવામાં આવે છે. જો કે, મચ્છુ-2 ડેમ સુધી પૂરતું પાણી પહોચતું નથી કેમ કે, જળ માફિયાઓ દ્વારા રાજકોટ અને જામનગરના લોકોને પીવા માટે જે પાણી મોકલવામાં આવી રહ્યું છે તેમાંથી ગેરકાયદે ટેન્કર ભરીને તે પાણીને ઓદ્યોગીક એકમોમાં વેચવામાં આવી રહ્યું છે.
મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી નર્મદાની મચ્છુ કેનાલમાં ઠેર ઠેર ડીઝલ મશીનો મૂકીને કેનાલમાં વહેતા પાણીમાંથી ટેન્કરોમાં પાણી ભરવામાં આવે છે અને આ કેનાલમાં લોકોને પીવા માટે છોડવામાં આવતું પાણી ટેન્કરોમાં ભરીને ઔદ્યોગિક એકમોમાં એક-એક ટેન્કરને 1000 રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે. જોકે પાણીની કટોકટી છે આ બાબતની અધિકારીઓને પણ જાણ હોવા છતાં દ્વારા જે રીતે બેફામ પાણી ચોરી કરવામાં આવે છે તે પાણીચોરી રોકવા માટે કોઈ અસરકારક પગલાં અધિકારીઓ દ્વારા લેવામાં આવતા નથી. ઉલેખનીય છે કે, નર્મદાની મચ્છુ કેનાલમાં વહેતા પાણી ટેન્કરોમાં ભરીને તે ટેન્કર ઔદ્યોગિક એકમો જતાં હોય છે ત્યારે મુખ્ય માર્ગ ઉપરથી જ વાહનો પસાર થાય છે તો પણ તેને રોકવાની તસ્દી જવાબદાર અધિકારીઓ કે પદાધિકારી દ્વારા લેવામાં આવતી નથી
જો આવીને આવી રીતે જળ માફિયાઓ દ્વારા પાણીની બેફામ ચોરી કરવામાં આવશે અને પાણીનો વેડફાટ કરવામાં આવશે તો આગામી ચોમાસું તો ઠીક પરંતુ ઉનાળા પહેલા જ પાણી માટે બૂમ બરાડા શરૂ થઈ જાય તો નવાઈ નથી કારણ કે ચાલુ વર્ષે ચોમાસામાં મોરબીનો મચ્છુ-2 ડેમ આખો ભરાયો નથી તે હકીકત છે તેમજ મોટાભાગના ચેકડેમ, તલાવડા અને નદીઓ ખાલી પડ્યા છે આટલું જ નહીં પરંતુ મોરબીથી ઉપર જામનગર જિલ્લાને તો સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં પણ પાણીની અત્યારથી જ બૂમો શરૂ થઈ ગઈ છે ત્યારે જો મહામૂલી પાણીની ચોરીને રોકવા માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાણી માટે રામાયણ નહીં પરંતુ મહાભારત થાય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે