વાંકાનેરના આગાભી પીપળીયાના યુવકે ઝેર પીધું, ઇન્સ્ટાગ્રામથી સંપર્ક થયા બાદ મહિલા બ્લેકમેઈલ કરવા લાગી મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટીએ જરૂરિયાતમંદ પરિવારની ધો.૧૦ માં અભ્યાસ કરતી દીકરીની સમગ્ર વર્ષની શૈક્ષણિક ફી ભરી મોરબીના દેવળીયામાં બાઇક સ્લીપ થતા યુવકનું મોત દુષ્કાળગ્રસ્ત જાહેર કારાયેલ જામનગર જિલ્લાના લોકોને પીવાનું પાણી પહોચડવા નર્મદાની મચ્છુ કેનાલમાં છોડવામાં આવતા પાણીની બેફામ ચોરી: તંત્ર મૌન !? અડાલજમાં બ્રહ્મભવન માટે ચિમનભાઈ અગ્રવાલે દાનમાં આપી 50 કરોડની જમીન વાંકાનેરમાં યુવાન ઉપર તેના મિત્ર સહિત બે શખ્સે કર્યો ધોકા-પાઇપથી હુમલો, કારમાં ધોકા મારીને કર્યું નુકશાન મોરબી શહેર-તાલુકામાં જુગારની જુદીજુદી 3 રેડમાં 7 શખ્સ પકડાયા મોરબીના ટીંબડી પાટિયા નજીક ટ્રકની પાછળ કાર અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

અડાલજમાં બ્રહ્મભવન માટે ચિમનભાઈ અગ્રવાલે દાનમાં આપી 50 કરોડની જમીન


SHARE







































અડાલજમાં બ્રહ્મભવન માટે ચિમનભાઈ અગ્રવાલે દાનમાં આપી 50 કરોડની જમીન

જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીની આગેવાનીમાં ગુજરાતમાં રહેતા બ્રાહ્મણોના દીકરા-દીકરીઓ માટે નિર્માણાધીન બ્રહ્મભવન માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે અને જાણીતા જમીનદાર અને ઉદારદીલ દાતા ચિમનભાઈ અગ્રવાલે આ બ્રહ્મભવન માટે અડાલજમાં આશરે પચાસ કરોડ રુપિયાની એન.એ. થયેલી પાંચ હજાર ચોરસ વાર જગ્યા બ્રહ્મભવન માટે દાનમાં આપી છે.

ગુજરાતના વિવિધ શહેરોમાંથી અલગ-અલગ ક્ષેત્રના સો જેટલાં બ્રહ્મ આગેવાનોની ઉપસ્થિતિમાં બ્રહ્મભવનના ફાઊન્ડર ટ્રસ્ટી અને પ્રથમ પ્રમુખ ડો. જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ જમીન ઉપર આશરે પચાસ કરોડના ખર્ચે અમે દસ માળનું અત્યંત આધુનિક બ્રહ્મભવન બનાવીશુ.
આજે ભૂમિગ્રહણ સમારંભમાં વધું અઢી કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થતાં હવે અત્યાર સુધી જાહેર થયેલા દાનની રકમ સાડા બાર કરોડને પાર કરી ગઈ હતી. તેમજ આ ભવન માટે એક કરોડ, પચાસ લાખ અને પચીસ લાખ એમ ત્રણ કેટેગરીમાં જ દાન ગ્રહણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ રીતે જ પચાસ કરોડનું દાન પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ આગેવાનો કટીબદ્ધ છે. આ પ્રસંગે સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.














Latest News