વાંકાનેરના આગાભી પીપળીયાના યુવકે ઝેર પીધું, ઇન્સ્ટાગ્રામથી સંપર્ક થયા બાદ મહિલા બ્લેકમેઈલ કરવા લાગી મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટીએ જરૂરિયાતમંદ પરિવારની ધો.૧૦ માં અભ્યાસ કરતી દીકરીની સમગ્ર વર્ષની શૈક્ષણિક ફી ભરી મોરબીના દેવળીયામાં બાઇક સ્લીપ થતા યુવકનું મોત દુષ્કાળગ્રસ્ત જાહેર કારાયેલ જામનગર જિલ્લાના લોકોને પીવાનું પાણી પહોચડવા નર્મદાની મચ્છુ કેનાલમાં છોડવામાં આવતા પાણીની બેફામ ચોરી: તંત્ર મૌન !? અડાલજમાં બ્રહ્મભવન માટે ચિમનભાઈ અગ્રવાલે દાનમાં આપી 50 કરોડની જમીન વાંકાનેરમાં યુવાન ઉપર તેના મિત્ર સહિત બે શખ્સે કર્યો ધોકા-પાઇપથી હુમલો, કારમાં ધોકા મારીને કર્યું નુકશાન મોરબી શહેર-તાલુકામાં જુગારની જુદીજુદી 3 રેડમાં 7 શખ્સ પકડાયા મોરબીના ટીંબડી પાટિયા નજીક ટ્રકની પાછળ કાર અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના દેવળીયામાં બાઇક સ્લીપ થતા યુવકનું મોત


SHARE







































મોરબીના દેવળીયામાં બાઇક સ્લીપ થતા જેતપુરના શ્રમિક યુવકનું મોત, ખેતમજૂરી કરતો સરતાન રાઠવા કરિયાણું લઈ પરત ફરતો હતો ત્યારે બનેલો બનાવ, પરિવારમાં શોક

મોરબીના દેવળીયામાં બાઇક સ્લીપ થતા જેતપુરના શ્રમિક યુવકનું મોત નીપજ્યું હતું. ખેતમજૂરી કરતો સરતાન રાઠવા કરિયાણું લઈ પરત ફરતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. ઘટનાથી મૃતકના પરિવારમાં શોક છવાયો હતો.

મળતી માહિતી અનુસાર, મોરબીના જેતપુર તાલુકાના વાડી વિસ્તારમાં રહેતો મૂળ છોટાઉદેપુરનો સરતાન જગમાલભાઈ રાઠવા (ઉંમર વર્ષ 35) ગઈકાલ રાત્રે 8 વાગ્યા આસપાસ બાઈક લઈને દેવળીયાથી જેતપુર તરફ આવી રહ્યો હતો.દરમ્યાન બાઈક સ્લીપ થતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેને તત્કાલ 108 મારફતે મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અહીં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ હળવદ પોલીસની હદમાં બન્યો હોય, હળવદથી પોલીસ ટીમ રાજકોટ દોડી આવેલ. મૃતદેહ પીએમ માટે ખસેડેલ. પરિવારજનોએ જણાવ્યું કે, મૃતક ખેત મજૂરી કરતો. ત્રણ ભાઈ અને એક બહેનમાં વચેટ હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મૃતક દેવળીયા ગામે કરિયાણું ખરીદવા ગયો હતો. પરત આવતી વખતે અકસ્માત સર્જાયો હતો














Latest News