વાંકાનેરની દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી 693 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો, 3.56 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીની વાવડી અને મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માતમાં બે યુવાનો ઘાયલ વાંકાનેરની મોર્ડન સ્કૂલ ખાતે સાંસદની હાજરીમાં યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો 147 કરોડનો પ્રોજેક્ટ-ગોવા પ્રવાસ રદમાં દાળમાં કાળું કે પછી હળવદ વાળી ?: મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણવિદ્ ભરત ગાજીપરાની હાજરીમાં એમ્પાઉરીંગ ધ એજ્યુકેટર્સ સેમિનાર યોજાયો મોરબીમાં દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ દ્વારા સમુહલગ્નનું આયોજન મોરબી જીલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર રવાપર ખાતે એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું ​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ-તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની હાજરીમાં આંગણવાડીની બહેનોનો સન્માન સમારોહ યોજાયો


SHARE







































મોરબી તાલુકા ભાજપના પ્રમુખ-તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની હાજરીમાં આંગણવાડીની બહેનોનો સન્માન સમારોહ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે મોરબી તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો અને સ્ટાફ સાથે શુભેચ્છા મુલાકાત અને સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોકભાઈ દેસાઈ તથા તેમની ટીમ હાજર રહી હતી અને મોરબી તાલુકાની તમામ આંગણવાડીઓની બહેનો તેમજ સ્ટાફને મોમેન્ટો (ભેટ) અર્પણ કરીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનોએ મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોકભાઈ દેસાઈનું મોમેન્ટો અર્પણ કરીને સન્માન કર્યું હતું. અને આંગણવાડી ક્ષેત્રે કાર્યરત બહેનો સમાજના પાયાના સ્તરે રહીને બાળકોના પોષણ, આરોગ્ય, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ સહિતની મહત્વપૂર્ણ કામગીરી નિભાવે છે. તેમની આ સેવાઓને બિરદાવવાના હેતુથી આ સ્નેહમિલન અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જયેશભાઈ રાઠોડ, કેતનભાઈ મારવાણીયા તથા તેમની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરબી ઘટક-૨ ના CDPO ભાવનાબેન ચારોલા, સુપરવાઈઝર બહેનો તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડી બહેનોની સેવાભાવી કામગીરીને બિરદાવી હતી અને નવા વર્ષમાં પણ તેઓ ઉત્સાહ, સમર્પણ અને સેવાભાવ સાથે પોતાની ફરજ નિભાવતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.














Latest News