વાંકાનેરની દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી 693 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો, 3.56 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીની વાવડી અને મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માતમાં બે યુવાનો ઘાયલ વાંકાનેરની મોર્ડન સ્કૂલ ખાતે સાંસદની હાજરીમાં યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો 147 કરોડનો પ્રોજેક્ટ-ગોવા પ્રવાસ રદમાં દાળમાં કાળું કે પછી હળવદ વાળી ?: મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણવિદ્ ભરત ગાજીપરાની હાજરીમાં એમ્પાઉરીંગ ધ એજ્યુકેટર્સ સેમિનાર યોજાયો મોરબીમાં દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ દ્વારા સમુહલગ્નનું આયોજન મોરબી જીલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર રવાપર ખાતે એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું ​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં સફાઈ કરતા સમયે ઉપરથી નીચે પડતાં મહિલાનું મોત: જાંબુડિયા ગામના યુવાનનું બીમારી સબબ મોત


SHARE







































મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં સફાઈ કરતા સમયે ઉપરથી નીચે પડતાં મહિલાનું મોત: જાંબુડિયા ગામના યુવાનનું બીમારી સબબ મોત

મોરબીના હરીપર કેરાળા ગામ પાસે આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં સાફ-સફાઈ કરતા સમયે ઊંચાઈ ઉપરથી નીચે પટકાવાના કારણે ઇજા પામેલ મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત નીપજયું હતું આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મૂળ મહારાષ્ટ્રના વીરપુરના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે આવેલ લેમીના પેપરમીલના લેબર ક્વાર્ટરમાં રહેતા સપનાબેન આકાશભાઈ પાવરા (28) નામના મહિલા લેબર કવાર્ટરની અંદર સાફ-સફાઈ કરી રહ્યા હતા ત્યારે ઊંચાઈ ઉપરથી નીચે પટકાવાના કારણે તેઓને શરીરે ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક મહિલાના ડેડબોડીને તેના પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બીજા બનાવમાં મૂળ રાજકોટના ભાવનગર રોડ ઉપર આવેલ શ્રમજીવી સોસાયટી મનહરપરા બીડીપરા ખાતેના રહેવાસી અને હાલમાં જાંબુડીયા ગામે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટી ખાતે રહેતા મહેશભાઈ ધીરુભાઈ મિયાત્રા (45) નામના યુવાનને બીમારી સબબ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.














Latest News