મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો સહિતના દાતાઓ વરસી જતા પાંજરાપોળ માટે એક જ દિવસમાં ૫૧.૪૪ લાખનું મળ્યું દાન


SHARE







 

મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો સહિતના દાતાઓ વરસી જતા પાંજરાપોળ માટે એક જ દિવસમાં ૫૧.૪૪ લાખનું મળ્યું દાન

મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું ખુબ જ મહત્વ હોય છે જેથી કરીને લોકો પોતાની યથા શકાતી પ્રમાણે આ દિવસે દાન કરીને પુણ્યનું ભથ્થું બાંધતા હોય છે જો કેવાત કરીએ મોરબીની તો અહીના ઉદ્યોગકારો તરફથી મોરબીની પાંજરાપોળને બારે મહિના અવિરતપણે દાન આપવામાં આવે છે પણ મકરસંક્રતિના એક જ દિવસમાં દાતાઓ વર્ષી પડતા મોરબીની પાંજરાપોળને ૫૧.૪૪ લાખનું દાન મળ્યુ છે.

હિંદુ સંસ્કૃતિમાં દાન ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે જેથી લોકો પોતાની યથા શક્તિ પ્રમણે દાન કરતા હોય છે મોરબીના રાજવી પરિવાર દ્વારા વર્ષો પહેલા મોરબી પાંજરાપોળમાં રહેતા ગૌ વંશો સહિતના અબોલ જીવોના નિભાવ માટે હજારો હેક્ટર જમીન મોરબી પાંજરાપોળને આપી દેવામાં આવી છે જો કેઆ પાંજરાપોળને લોકો તરફથી અવિરત દાન તો મળે જ છે અને પાંજરાપોળ પાસે જે હજારો હેક્ટર જમીન છે તેનો સદુપયોગ કરીને ગૌવંશના ખોરાક માટે જેટલા ચારાની દૈનિક જરૂર હોય છે તેના ૩૦ ટકા જેટલા ચારાની વ્યવસ્થા પાંજરાપોળની વીડીમાંથી કરવામાં આવે છે.

 મોરબી પાંજરાપોળના પ્રમુખ વેલજીભાઇ ઉઘરેજા (બોસ સિરામિક) સાથે વાત કરતા તેમને જણાવ્યુ હતુ કેઆજની તારીખે ૪૨૦૦ થી વધુ ઢોરનો નિભાવ અહી કરવામાં આવે છે જેના માટે મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે મોરબીના દાતાઓ લાખો રૂપિયાનુ દાન આપતા હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ ગઇકાલે સવારથી લઇને સાંજ સુધીમાં સિરામિક ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી પાંજરાપોળના ગૌવંશોની સેવા કરવા માટે ૫૧.૪૪ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યુ છે અને ગો સેવાના આ યજ્ઞમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના દાતાઓ વર્ષ દરમ્યાન ખુલ્લા હાથે દાન આપતા હોય છે.જે કોઈ દાતાઓ દાન આપવા માંગતા હોય તેઓ મોરબીના નગર દરવાજા ચોક પાસે આવેલ ટ્રસ્ટની ઓફિસએ પણ દાન નોંધાવીને પોહચ મેળવી શકે છે. તેમ યાદીમાં જણાવવા માં આવેલ છે.

 
 
   
 
 
 
 
 
 
 
 
 
 

 






Latest News