મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાંથી ૨૫ હજારના બાઇકની ચોરી


SHARE







મોરબીમાંથી ૨૫ હજારના બાઇકની ચોરી

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બરના પાર્કિંગમાં યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું ત્યારે બે શખ્સોએ બાઇકની ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર ગોલ્ડન માર્કેટ ની સામે ઉમિયાનગર મારુતિ નંદન એપાર્ટમેન્ટમાં ફલેટ નંબર 604 માં રહેતા મનીષભાઈ ત્રિભોવનભાઇ વડાલીયા જાતે પટેલ (ઉંમર વર્ષ 40) એ હાલમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભરતભાઈ પારઘી રહે થાન અને સંજય પ્રવીણભાઈ પરમાર રહે, થાન વાળ ની સામે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર-1 ના પાર્કિંગમાં તેણે પોતાનું બાઇક નંબર જીજે 36 એ 2646 ને પાર કરીને મૂક્યુ હતુ ત્યારે આ બન્ને શખ્સો તેના બાઇકની ચોરી કરી ગયેલ છે જેથી કરીને 25 હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News