મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં રહેતો યુવાન ઘરેથી ઇંડા લેવા ગયા બાદ ગુમ


SHARE







મોરબીના લાયન્સનગરમાં રહેતો યુવાન ઘરેથી ઇંડા લેવા ગયા બાદ ગુમ

મોરબીમાં નવલખી ફાટક પાસે આવેલ લાયન્સનગરમાં રહેતો યુવાન પોતાના ઘરેથી ઇંડા લેવા માટે જવું છું તેવું કહીને નીકળ્યા બાદ ઘરે પરત નહીં ફરતા તે ગુમ થયા હોવા અંગેની તેના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે હાલમાં ગુમસુદા ફરિયાદ લઈને ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી ફાટક પાસે આવેલ લાયન્સનગરમાં રહેતા પરેશભાઈ કિશોરભાઇ પરમાર (ઉંમર ૨૨)એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પિતા કિશોરભાઈ કાનજીભાઈ પરમાર (ઉમર ૪૫) ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આર્થિક ચિંતાના કારણે તેઓ ઘરેથી ઇંડા લેવા જાઉં છું તેવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તે ઘરે પરત ફર્યા નથી જેથી હાલમાં પરેશભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કિશોરભાઇ પરમારને શોધવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બે બોટલ દારૂ

મોરબીના જડેશ્વર રોડ ઉપર ગુજરાત સેલ નામની દુકાન પાસેથી બાઇક નંબર જીજે ૩૬ ઇ ૮૪૦૫ પસાર થતા બાઇક લઈને જતાં યુવાનને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બે બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૭૫૦ નો દારૂ તેમજ ૨૦,૦૦૦ રૂપિયાની કિંમત બાઈક આમ કુલ મળીને ૨૦૭૫૦ ના મુદ્દામાલ સાથે મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ અવધ સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા રાજેશભાઈ પ્રભુભાઈ હીરાણી જાતે પટેલ (ઉંમર ૪૪) વાળાની ધરપકડ કરેલ છે

દેશીદારૂનો આથો

મોરબી તાલુકાના અમરેલી ગામે રહેતા ધનાજી સવજીભાઈ મકવાણા જાતે કોળી (ઉ.૪૨) પાસે દેશી દારૂ બનાવવા માટે વપરાતો આથો સંગ્રહ કરવામાં આવેલ છે તેવી હકકીત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નાના મોટા સાત બેરલની અંદરથી કુલ મળીને ૬૫૦ લીટર દેશીદારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને ધનાજી સવજીભાઈ મકવાણા જાતે કોળી (ઉંમર ૪૨) ની ધરપકડ કરેલ છે




Latest News