મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ મોરબીમાં રેડ કરવા ગયેલ અધિકારી ઉપર  હુમલો કરનારા શખ્સોને ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 61.77 લાખનો દંડ મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન મોરબી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચાણ કરનાર ખેડૂતને દિવાળીના પર્વ પૂર્વે કલેક્ટરના હસ્તે ચેક અર્પણ કરાયો
Breaking news
Morbi Today

ટંકારા પાસે છ સવારી બાઇકને કારે ઉડાવતા બાળકનું મોત


SHARE









ટંકારા પાસે છ સવારી બાઇકને કારે ઉડાવતા બાળકનું મોત, હીરાપરના રસ્તે અકસ્માત : દંપતિ - દીકરી, અન્ય માતા - પુત્રી મળી પાંચ ઘાયલ : બધા એક મોટર સાયકલમાં જતા હતા

 

ટંકારાના સરાયા ગામથી ટંકારા બાજુ આવવાના રસ્તા ઉપર હીરાપર ગામ નજીક બાઇક ઉપર યુવાન પોતાના પત્ની, દીકરા, દીકરી અને તેઓની સાથે કામ કરતી મહિલા અને તેના દીકરાને બેસાડીને પસાર થઈ રહ્યો હતો.

ત્યારે પાછળથી કારના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનના દીકરાને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું. જ્યારે યુવાન સહિતના કુલ 5 લોકોને નાના મોટી ઇજા થઈ હોવાથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા.ત્યાર બાદ આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તપાસ શરૂ કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારાના જબલપુર પાટિયા સામે આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના ખાલી પ્લોટમાં ઝુંપડામાં રહેતા સંજુ ઉર્ફે વિજય વેસ્તાભાઈ પચાયા (30) એ અજાણ્યા કારચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યુ છે કે, તે પોતાનું બાઈક નં જીજે 33 ઇ 7973 લઈને પોતાના પત્ની સુમિત્રાબેન, દીકરા કાર્તિક અને દીકરી રવિના તથા સાથે કામ કરતા સેજલબેન અને સેજલબેનના દીકરા આર્યનને બાઈકમાં બેસાડીને સરાયા ગામથી ટંકારા તરફ જતા હતા ત્યારે હીરાપર ગામના પાટીયા નજીક અજાણ્યા કાર ચાલકે અચાનક તેઓના બાઇકને પાછળથી હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો.

જે બનાવમાં ફરિયાદીના દીકરા કાર્તિકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જ્યારે ફરિયાદી તથા તેના પત્ની સુમિત્રાબેન, દીકરી રવિના તથા સેજલબેન અને તેના દીકરા આર્યનને શરીરે ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા.અકસ્માત સજીર્ને કાર ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News