માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી


SHARE











મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ જેટકોના સબ સ્ટેશનની દિવાલ કૂદીને કોઈ અજાણ્યા શખ્સે ત્યાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ત્યાં રાખવામાં આવેલ એલ્યુમિનિયમના 1,500 કિલો જેટલા વાયરને ચીરી તેમજ કાપી નાખીને નુકસાની કરી હતી અને તેમાંથી 78,646 ની કિંમતના કોપર કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ કોડીનારના રહેવાસી અને હાલમાં મોરબીના ઊંચી માંડલ ગામ ખાતે રહેતા એશિયન ઇલેક્ટ્રીકેશન એન્જીનીયર્સ કંપનીમાં એરીયા સુપરવાઇઝર તરીકે કામ કરતા નીરવભાઈ ભાણજીભાઈ કામળિયા (28)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે જેટકોનું સબ સ્ટેશન આવેલું છે અને તેના કેમ્પસની અંદર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રાત્રીના સમયે દિવાલ કૂદીને પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં કેમ્પસમાં પડેલા 1500 કિલો એલ્યુમિનિયમ વાયરના કેબલ ચીરી અને કાપી નાખીને નુકસાની કરી હતી અને તેમાંથી અંદાજે 78,646 ની કિંમતના કોપર વાયરને કાઢીને તેની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News