મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો


SHARE





મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા અને હાલ મોરબીમાં ભાજપ તરફેથી મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા પાંચેક વર્ષ પહેલા ભોગ બનનાર મહિલાના પતિને ગંભીર બીમાર હોય એકાદ લાખ રૂપિયા હાથ ઉંછીના આપ્યા હતા.જે પૈસા તે મહિલા પરત આપી શકે તેમ ન હોય તેના બદલામાં ભોગ બનેલ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.જેને પદલે તે મહિલાને ગર્ભ રહી ગયો હતો.બાદ ભોગ બનેલ મહિલાના પતિ ગંભીર બીમારીમાં સપડાયેલા હોય તેમના માટે બોનમેરોની જરૂર પડતા પુત્રના બોનમેરો લેવાયા હતા જે પિતાના બોનમેરો સાથે મેચ ન થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.અને સાયન્ટિફિક પુરાવા હોવાના લીધે પોલીસે ફરિયાદ નોંધવી પડી હતી.જો કે નાના-મોટા ગુનેગારો પકડીને પ્રેસ કોન્ફરન્સ કરતી પોલીસ દ્વારા આ ગુનો છુપાવવાનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો ? તે પણ એક તપાસનો વિષય છે.

મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ શૈલેષભાઈ માકાસણા સામે દુષ્કર્મ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે.સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અગાઉ શૈલેષભાઈ લેડીશ કાપડનો ધંધો કરતા હતા ત્યારે ભોગ બનનાર મહિલા તેઓના સંપર્કમાં આવી હતી.તે મહિલાના પતિને ગંભીર બીમારી હોય પૈસાની જરૂર પડતા શૈલેષભાઈને વાત કરી હતી.જેથી તે મહિલાને એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.જોકે તે પૈસાની શૈલેષભાઈના પત્ની દ્વારા ઉઘરાણી કરવામાં આવી હતી.પરંતુ ભોગ બનેલી મહિલા પૈસા પરત આપી શકે તેમ ન હોય તેના બદલે શૈલેષભાઈ દ્વારા તે મહિલાનું શોષણ કરવામાં આવ્યું હતું.તે બાબતનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે.વધુમાં જાણવા મળતી માહીતી પ્રમાણે ભોગ બનેલ મહિલાના પતિને ગંભીર બીમારી હોય તેઓને સ્ટેન્સેલની (બોનમેરો) લેવાની જરૂર પડતા તેના પુત્રના સ્ટેમસેલ લેવામાં આવ્યા હતા.જોકે તે મેચ થતા ન હોય સમગ્ર મામલો સામે આવ્યો હતો.

કારણ કે જે તે સમયે શૈલેષ માકાસણા દ્વારા ભોગ બનેલ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવતા તેણી ગર્ભવતી બની હતી.હાલ જે બાળક છે.તેના સ્ટેમસેલ તેના પિતાને બીમારી સબબ જરૂર પડતા તેઓની સાથે મેચ થયા ન હોય સમગ્ર સાયન્ટિફિક પુરાવાઓ સામે આવ્યા હતા.જેને લઈને હાલ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે.એકાદ સપ્તાહ પહેલાં નોંધાયેલી આ ફરિયાદમાં હાલ પોલીસ દ્વારા પ્રેસ-મીડિયામાં કોઈ જાહેરાત કરવામાં આવેલી નથી.અને સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.નાના-મોટા ચિંદીચોરને ઝડપી પાડી પ્રેસ કોન્ફર્ન્સ યોજવામાં આવે કે ફોટો પાડીને મોકલવામાં આવતા હોય છે પરંતુ આવડી મોટી ઘટના સર્જાયા બાદ આ ઘટનાને પ્રેસ-મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું ફલીત થઇ રહ્યુ છે.




Latest News